કસૌટી જિંદગી કીના રીબૂટમાં અનુરાગ બસુની ભૂમિકા ભજનાર જાણીતા ટેલિવિઝન કલાકાર પાર્થ સમથાનનો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ જાણકારી ખુદ અભિનેતાએ ટ્વીટર પર શેર કરી હતી. પાર્થનો રિપોર્ટ પોઝિટિવ આવતા તુરંત શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ઉપરાંત ટીમના જે સભ્યો એના સંપર્કમાં આવ્યા હતા એમના પણ મેડિકલ ચેકઅપ કરાવાશે.

પાર્થે આ ખબર ટ્વીટર પર આપવાની સાથે કહ્યુ કે, હાય દોસ્તો, મેં કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હું આગ્રહ કરીશ કે છેલ્લા દિવસોમાં જેઓ મારા ઘનિષ્ઠ સંપર્કમાં છે, તેઓ ચેકઅપ કરાવે. હું મહાપાલિકાને ધન્યવાદ આપું છું. મહેરબાની કરી સુરક્ષિત અને સુરક્ષિત રહો.

કસૌટી જિંદગી કીના નિર્માતા બાલાજી ટેલિફિલ્મ્સે એક નિવેદનમાં જણાવ્યું કે, અમે હિતેચ્છુઓને કહેવા માંગીએ છીએ કે કસૌટી જિંદગી કીની અમારી પ્રતિભાઓમાંની એકને કોવિડ-19 પોઝિટિવ આવ્યો છે. હવે એની સારવાર થઈ રહી છે. અમારી પ્રાથમિકતા અમારા કલાકારો, પ્રોડક્શન ટીમ અને કર્મચારીઓની સુરક્ષામાં સહાયરૂપ બનવાની છે. અમે તમામ ગાઇડલાઇન્સનું પાલન કરી રહ્યા છીએ. અમે અધિકારીઓ દ્વારા નિર્ધારિત તમામ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ.

તો નિર્માત્રી એકતા કપૂરે એના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું હતું કે, તમામ આવશ્યક સાવધાની રાખવામાં આવી રહી છે, એસઓપીનું પાલન કરવામાં આવી રહ્યું છે. બાલાજીમાં સ્વાસ્થ્ય અને સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. જય માતા દી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here