શિકાગો ખાતે યોજાયેલા ચોથા વાડીલાલ ઇન્ટરનેશનલ ગુજરાતી ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન હાઈ ઇન્ડિયા, હેમંત બ્રહ્મભટ્ટ અને આઈજીએફએફના સ્થાપક કૌશલ આચાર્યએ કર્યું હતું. ત્રિદિવસીય ફેસ્ટિવલને ત્રણ હજારથી વધુ ગુજરાતી ફિલ્મોના ચાહકોએ માણ્યો હતો.
9 જુલાઈના મહોત્સવના સમાપનના દિવસે પસંદ કરાયેલી ફિલ્મોને પુરસ્કાર આપી નવાજવામાં આવી હતી. સમાપન સમારોહમાં વિખ્યાત ગાયક અતુલ પુરોહિતના સાંસ્કૃતિક કાર્યક્રમને ઉપસ્થિત મહેમાનોએ માણ્યો હતો. ત્યાર બાદ ગ્રૅન્ડ કોકટેલ-ડિનરનું આયોજન કરાયું હતું.
સમારંભમાં જ્યુરી મેમ્બર જય વસાવડાએ ગુજરાતી ફિલ્મોદ્યોગ અને એની યાત્રા વિશેની જાણકારી આપી હતી. તો ગુજરાતી ફિલ્મો, એના વિષય અને સાંસ્કૃતિક મૂલ્યો અંગે મલ્હાર ઠાકરે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
આ અવસરે અધિકૃત અધિકૃત રીતે પસંદ કરાયેલી ફીચર ફિલ્મો લકીરો, કેરી, મારા પપ્પા સુપરહીરો, મૃગતૃષ્ણા, લવ યુ પાપા, ચબુતરો, ફક્ત મહિલાઓ માટે, કર્મા, મેડલ, વીર ઈશાનું સીમંત, સૈયર મોરી રે, નાડી દોષ, રાડો, ઓમ મંગલમ સિંગલમ, શુભ યાત્રા અને હેલોને પુર્સાકર અપાયા હતા. જ્યારે ડૉક્યુમેન્ટ્રી ફિલ્મ મુલસોતન – ધ રૂટેડ અને શોર્ટ ફિલ્મો બિટ્વીન ધ સાઇલંસ, રેખા રામી, માટી, સેન્ડલ ઑફ ગોલ્ડ અને ધ બર્થ ઑફ ડ્રોહિનને પણ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. તો આઝાદ, વાત વાતમાં રીટર્ન, યમરાજ કૉલિંગ, દેસાઈ ડાયમંડ અને ગોટી સોડા વેબ સિરીઝને પણ પુરસ્કાર આપી સન્માનિત કરાઈ હતી.