પ્રતિષ્ઠિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા શરૂ કરાયેલ યંગ ગ્લોબલ લીડર્સ સમુદાયનો ઉદ્દેશ્ય 40 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ દ્વારા સમાજને અપાયેલા ઉત્કૃષ્ટ પ્રદાન માટે સન્માનિત કરવાનો છે. જેઓ વિશ્વના પર્યાવરણ જેવા અનેક પડકારોનો સામનો કરી રહ્યાં છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય એવી વ્યક્તિઓને સશક્ત કરવાનો છે જેમણે ઉત્કૃષ્ટ નેતૃત્વ અને ઉજ્વળ ભવિષ્યને આકાર આપવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે.
આ સન્માન જળવાયુ પરિવર્તન સામેની લડાઈમાં જાગરૂકતા વધારવા અને પ્રભાવી પરિવર્તન લાવવા માટે ભૂમિની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. પર્યાવરણીય સંરક્ષણ અને સ્વસ્થ જીવન માટે પ્રખર વ્યક્તિ તરીકે, ભૂમિએ તેના પ્લેટફોર્મનો ઉપયોગ વિવિધ કારણોને પ્રકાશિત કરવા માટે કર્યો છે, જેમ કે સૂકા-ભીના કચરો, વરસાદી પાણીનો સંગ્રહ, રિસાયક્લિંગ, અપસાયકલિંગ સહિતના અનેક મુદ્દાઓનો સમાવેશ થાય છે.
યંગ ગ્લોબલ લીડર તરીકે પસંદ થવા પર ખુશી વ્યક્ત કરતા ભૂમિ પેડનેકરે કહ્યું, “વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર તરીકે ઓળખાવા બદલ હું ખૂબ જ સન્માનિત અને નમ્ર છું. “મારા કાર્ય દ્વારા, હું જળવાયુ પરિવર્તન સહિતના અન્ય ક્ષેત્રોમાં નક્કર પ્રોત્સાહન આપવાનો પ્રયાસો કરું છું.”
અભિનેત્રી કહે છે, “હું એક અભિનેત્રી અને ઉદ્યોગસાહસિક બંને તરીકે વૈવિધ્યસભર પોર્ટફોલિયો બનાવવાની ઈચ્છા રાખું છું. હું વર્લ્ડ ઈકોનોમિક ફોરમના YGL પ્રોગ્રામ દ્વારા આ મહત્વાકાંક્ષાઓને સાકાર કરવા આતુર છું. હું મારા પ્રયત્નો ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છું અને હું સકારાત્મક પરિવર્તન લાવવા સાથી યુવા વૈશ્વિક નેતાઓ સાથે સહયોગ કરવા આતુર છું.”
ક્લાઈમેટ વોરિયર તરીકે, ભૂમિએ દેશભરમાં ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ સાથે કામ કર્યું છે અને તેમને ઉત્કૃષ્ટ કાર્ય માટે બિરદાવ્યા પણ છે. તેમની હિમાયત અને સમર્થન દ્વારા, પર્યાવરણીય સંરક્ષણ અને આબોહવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ઘણી યોજનાઓને સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ શરૂ કરવામાં આવી છે.