રણવીર સિંહ અને આલિયા ભટ્ટની બહુચર્ચિત ફિલ્મ રૉકી ઔર રાની કી પ્રેમ કહાની શુક્રવારે રિલીઝ થઈ રહી છે. કરણ જોહર દિગ્દર્શક તરીકની કમબેક ફિલ્મની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. હાલ કલાકારો ફિલ્મના પ્રમોશનમાં એકદમ વ્યસ્ત છે ત્યારે એક મજેદાર ન્યુઝ આવી રહ્યા છે.
160 કરોડનું બજેટ ધરાવતી ફિલ્મના પ્રિન્ટ અને પ્રચારના બીજા અઢાર કરોડ રૂપિયા ઉમેરતા કુલ બજેટ 178 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે. જોકે મળતા અહેવાલ મુજબ ફિલ્મ રિલીઝ થાય એ પહેલા જ કુલ રોકાણના લગભગ નેવું ટકા વસુલ કરી લીધા છે. રૉકી ઔર રાની કી પ્રેમ કહાનીના ડિજિટલ રાઇટસ અમેઝોન પ્રાઇમ વિડિયોએ 80 કરોડમાં ખરીદ્યા છે. તો કલર્સે સેટેલાઇટ રાઇટ્સ માટે 50 કરોડ અને સારેગામાએ મ્યુઝિક રાઇટ્સ 30 કરોડ રૂપિયા નિર્માતાને ચુકવ્યા છે. આમ ત્રણ રાઇટ્સમાં જ નિર્માતાએ 160 કરોડ રૂપિયાનો વકરો કરી લીધો છે. અને એ પણ રિલીઝ પહેલાં.
હવે ટ્રેડ પંડિતોના હિસાબે ફિલ્મનો જે રીતે પ્રચાર થઈ રહ્યો છે એ જોતા પહેલા વીક-એન્ડમાં જ ફિલ્મ બ્રેક-ઈવન સુધી પહોંચી જશે.