એમેઝોન પ્રાઇમ વિડિયોએ શુક્રવારે નવી એમેઝોન ઓરિજિનલ સિરીઝ પાતાલ લોકની લૉન્ચિંગ ડેટની જાહેરાત કરી છે. ક્લીન સ્લેટ ફિલ્મ્સ દ્વારા નિર્મિત વેબ સિરીઝથી બૉલિવુડની જાણીતી હીરોઇન અનુષ્કા શર્માં નિર્માત્રી તરીકે ડિજિટલ ડેબ્યુ કરી રહી છે.

સિરીઝમાં શાંત દેખાતી એક દુનિયાની ઝલક દર્શાવવામાં આવી છે જે એક સૂતેલા અંધારિયા અને ખતરનાક રહસ્યમય સ્થાન પાતાળ લોકની દેખરેખ રાખે છે.

ફ્લેશબેકમાં ચાલતી વાર્તાની સાથે આ સિરીઝ માનવતાની ખરાબ બાજુને દર્શાવે છે જેમાં અપ્રત્યક્ષ રૂપે આપણે પણ જીવી રહ્યા છીએ. રહસ્ય, રોમાંચ અને ડ્રામાથી ભરપુર એમેઝોન પ્રાઇમ વિડિયોની નવી ઓરિજિનલ સિરીઝ અમરતાની અંધારી દુનિયાની શોધ કરે છે.

સ્વર્ગ લોક, પૃથ્વી લોક અને પાતાળ લોકથી પ્રેરિત આ નિયો-નોઇર સિરીઝ લોકતંત્રના ચાર સ્તંભ વચ્ચે રમાતી રમતની આસપાસ ઘૂમે છે. આ ડ્રામા થ્રિલર 15 મેના રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here