પવન કલ્યાણની નવી ફિલ્મ હરિ હર વીર મલ્લુના પહેલા ભાગનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. ટીઝર રિલીઝ થવાની સાથે જ પવન કલ્યાણના ચાહકો ખુશીના માર્યા ઝૂમી ઉઠ્યા હતા. હવે તેઓ ફિલ્મના ટ્રેલરની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
હરિ હર વીર મલ્લુના ટીઝરમાં જબરજસ્ત ઍક્શન જોવા મળે છે. ટીઝરમાં પવનની એન્ટ્રી જ હાથમાં તલવાર લઈને થાય છે. ન્યાયની લડતમાં પવન ધમાકેદાર તલવારબાજી કરતો નજરે પડે છે. ઉપરાંત બૉબી દેઓલનું પાત્ર પણ દર્શકોનું ધ્યાન ખેંચે છે. ફિલ્મમાં બૉબી મગોલ બાદશાહ ઔરંગઝેબનું પાત્ર ભજવી રહ્યો છે. ટીઝરમાં એની એક ઝલક જોવા મળે છે જે ખૂબ જ ખૂંખાર દેખાઈ રહ્યો છે. પવનની જેમ એ પણ ગુસ્સામાં તલવારબાજી કરતો જોવા મળે છે.
હરિ હર વીરા મલ્લુ પહેલા 2022માં રિલીઝ થવાની હતી પરંતુ પવનની રાજકારણમાં એન્ટ્રી અને કોવિડ મહામારીને કારણે રિલીઝ લંબાઈ ગઈ. જોકે ટીઝર રિલીઝ સમયે પણ નિર્માતાએ ફિલ્મની રિલીઝની તારીખ જાહેર કરી નથી. ફિલ્મ તમિલ, મલયાલમ, કન્નડ, તેલુગુની સાથે હિન્દીમાં રિલીઝ થનારી ફિલ્મના ડિજિટલ રાઇટ્સ અમેઝોન પ્રાઇમને વેચવામાં આવ્યા છે.
ભારતીય સિનેમાના બેહદ લોકપ્રિય અને સૌથી વધુ ફી લેનાર કલાકારમાંના એક પવન કલ્યાણ પહેલીવાર પિરિયડ ડ્રામામાં ઍક્શન કરતા જોવા મળશે. તો વિખ્યાત નિર્માતા એ.એમ. રત્નમ તેમના મેગા સૂર્યા પ્રોડક્શન બેનર હેઠળ આટલા મોટા સ્કૅલનીપિરિયડ ફિલ્મ બનાવી રહ્યા છે. ફિલ્મની વાર્તા 17મી સદીમાં થઈ ગયેલા લોકપ્રિય ડાકુ વીર પર આધારિત છે. એક ઍક્શન પૅક્ડ પિરિયડ ડ્રામા હોવાને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરના નિર્માણ માટે નિર્માતાએ ચાર મિનાર, લાલ કિલ્લા અને મછલીપટ્ટનમ બંદર જેવા ભવ્ય સેટ બનાવ્યા હતા.
લેખક-દિગ્દર્શક જ્યોતિ કૃષ્ણાની પિરિયડ ડ્રામા ફિલ્મમાં પવન કલ્યાણ ઉપરાંત બૉબી દેઓલ, નિધિ અગ્રવાલ, વિક્રમજીત વિર્ક, નોરા ફતેહી, નરગીસ ફખરી, જિશુ સેનગુપ્તા, પુજિતા પોન્નાડા, દલિપ તાહિલ, સચિન ખેડેકર, રઘુ બાબુ અને સુબ્બારાજુ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ટીઝર જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો