જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે એ સંજય લીલા ભણશાળીની વેબ સિરીઝ હીરામંડીનું બહીજું ગીત તિલસ્મી બાહેં આજે રિલીઝ કરવામાં આવ્યું. દિગ્દર્શક દ્વારા જ રચાયેલાં આ ગીતમાં સોનાક્ષી સિંહા અત્યાર સુધીના સૌથી અલગ લૂકમાં જોવા મળે છે. સકલ બન ગીત બાદ તિલસ્મી બાહેં હીરામંડી : ધ ડાયમંડ બજારનું રિલીઝ થનારું બીજું ગીત છે. સકલ બન ગીત દર્શકોમાં ધૂમ મચાવી રહ્યું છે.
તિલસ્મી બાહેં ગીતમાં સોનાક્ષી સિંહા એક અલગ જ અવતારમાં નજરે પડે છે. ગીતના અંતમાં અદિતિ રાવ હૈદરીની એક ઝલક જોવા મળે છે. ગીતને ખુદ સંજય લીલા ભણશાળીએ કમ્પોઝ કર્યું છે. જેને શર્મિષ્ઠા ચેટર્જીએ ગાયું છે. ગીતકાર છે એ.એમ. તુરાજ અને કૉરિયોગ્રાફી છે કૃતિ મહેશે.
આ અગાઉ હીરામંડીનું ગીત સકલ બન રિલીઝ કરવામાં આવ્યું હતું. ગીતને મનીષા કોઇરાલા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી અને શર્મિન સહગલ પર ફિલ્માવવામાં આવ્યું હતું. અમીર ખુશરોનાં ગીતનો અવાજ આપ્યો હતૌ રાજા હસને.
હીરામંડીમાં સોનાક્ષી સિંહા, મનીષા કોઇરાલા, અદિતિ રાવ હૈદરી, શર્મિન સહગલ, સંજીદા શેખ અને રિચા ચઢ્ઢા મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝથી સંજય લીલા ભણશાળી ઓટીટી પર એન્ટ્રી કરી રહ્યા છે. હીરામંડીનું પ્રીમિયર પહેલી મેના નેટફ્લિક્સ પર થશે.