થોડા સમય અગાઉ સમાચાર આવ્યા હતા કે નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણશાળી એક વેબ સિરીઝ બનાવી રહ્યા છે જેનું નામ હીરા-મંડી હશે. આ સિરીઝમાં મુખ્ય ભૂમિકામાં સર્જકની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં કામ કરી રહેલી આલિયા ભટ્ટ જોવા મળશે. સંજય લીલા ભણશાળીને આલિયાનો અભિનય એટલો પસંદ પડ્યો કે હીરા-મંડીમાં પણ એના પર પસંદગી ઉતારી.
જોકે હવે જે સમાચાર આવી રહ્યા છે એ સાંભળી દર્શકો રાજીના રેડ થઈ જશે. હવે આ વેબ સિરીઝમાં માધુરી દીક્ષિતની એન્ટ્રી થઈ રહી છે. સિરીઝમાં એ મુજરાની સિક્વંસમાં જોવા મળશે.
માધુરી એના ડાન્સ માટે પ્રખ્યાત છે તો ચાહકો પણ એનો ડાન્સ જોવા આતુર હોય છે. જોકે આ અંગે હજુ સુધી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
જાણવા મળ્યા મુજબ વેબ સિરીઝમાં બાર હીરોઇનો હશે જેમાંનું એક પાત્ર આલિયા ભટ્ટ ભજવવાની છે. તમને થશે કે આટલી હીરોઇન હશે તો દરેકને કેટલું મહત્ત્વ મળશે. જોકે જાણકારોના જણાવ્યા મુજબ દરેક કેરેક્ટર માટે ઘણો સ્કૉપ રહેલો છે. હીરા-મંડી વેબ સિરીઝની જાહેરાતને પગલે ચર્ચાએ જોર પકડ્યું હતુ કે ગંગુબાઈ પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે. પરંતુ એક વાત નક્કી છે કે સંજય લીલા ભણશાળીની સિરીઝ સ્ટ્રીમ કરવા અનેક ઓટીટી પ્લેટફોર્મ ઉત્સુક હશે.