જાણીતા અભિનેતા ઇરફાન ખાનની માતાએ જયપુરમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ, લીધા હતાં. હૉલિવુડ અને બૉલિવુડ ફિલ્મોના જાણીતા અભિનેતા ઇરફાન ખાનની માતા સઈદા બેગમનું શનિવારે અવસાન થયું. તેઓ 80 વર્ષનાં હતાં. તેઓ લાંબા અરસાથી બીમાર હતાં. ઇરફાન ખાનના ભાઈ સલમાન ખાને જણાવ્યું કે મા આમ તો સ્વસ્થ હતાં, પરંતુ શનિવારે સવારે અચાનક તબિયત બગડી અને સારવાર મળે એ અગાઉ તેમનું અવસાન થયું.

ઇરફાન ખાન હાલ મુંબઈમાં છે અને લૉકડાઉનને પગલે જયપુર જઈ શકે એમ ન હોવાથી વિડિયો કોન્ફરન્સથી માતાના અંતિમ દર્શન કર્યા હતા.

આ મહિને જ મિથુન ચક્રવર્તીના પિતાનું મુંબઈમાં અવસાન થયું ત્યારે અભિનેતા બેંગલુરૂ હોવાથી અંતેષ્ટી માટે મુંબઈ આવી શક્યા નહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here