અક્ષય કુમાર સાથે ફિલહાલ આલ્બમમાં દેખાયેલી નુપુર સેનન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. બહેન ક્રીતિ સેનન સાથેના મસ્તી-મજાકભર્યા વિડિયો અપલૉડ કરતી રહે છે. હાલ અભિનેત્રીએ પિતા સાથેનો એક વિડિયો અપલૉડ કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે.

નુપુરે ઇન્સ્ટાગ્રામ પર વિડિયો અપલૉડ કરવાની સાથે લખ્યું હતું કે, આ વિડિયો મારા માટે ખાસ છે. એક તરફ મારા આરાધ્ય પાપા છે, જેમને ડાન્સ કરવો ગમે છે. તો બીજી બાજુ એક નાની છોકરી છે જે મારા બાળપણના હીરો સાથે ડાન્સ કરી રહી છે. અમારા પાપા અમારા હીરો છે. અને જે રીતે તેઓ અમારી સંભાળ લઈ રહ્યા છે, અમને પ્રેમ કરી રહ્યા છે અને જીવનમાં બનતી તમામ નાની-મોટી વાતોમાં અમારી સાથે હોય છે.

નુપુરના આલ્બમ ફિલહાલના બીજા પાર્ટની દર્શકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. તાજેતરમાં આ મેલડીનું અનપ્લગ વર્ઝન ખુદ નુપુરે ગાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here