તાજેતરમાં તબ્બુ અને ઇશાન ખટ્ટરની વેબ સિરીઝ અ સ્યૂટેબલ બૉયનું ટ્રેલર રિલીઝ થયું. નેટફ્લિક્સ પર રિલીઝ થનારી સિરીઝ વિક્રમ સેઠની નોવેલ અ સ્યૂટેબલ બૉય પર આધારિત છે. સિરીઝમાં તબ્બુ અને ઇશાન ખટ્ટર લીડ રોલમાં છે. એટલું જ નહીં, સિરીઝમાં તબ્બુ અને ઇશાનના કિસિંગ અને લવ મેકિંગ સીન પણ છે. તમને જાણીને નવાઈ લાગશે કે તબ્બુ ઇશાન કરતા 24 વરસ મોટી છે. જોકે વિક્રમ સેઠની વાર્તા જ એવી છે કે ઉંમરનો તફાવત અજૂગતો લાગતો નથી. જોકે આ પહેલીવાર નથી બન્યું કે હીરો-હીરોઇન વચ્ચે ઉંમરનો આટલો તફાવત હોય. અગાઉ પણ અનેક જોડી આવી છે જેમની વચ્ચે ઉંમરમાં ઘણો તફાવત હોય.

 

અ સ્યૂટેબલ બૉયમાં તબ્બુનો હીરો 24 વરસ નાનો છે તો 2007માં આવેલી ચીની કમમાં એની અને હીરોની ઉંમરમાં 29 વર્ષનો તફાવત છે. આમ છતાં બંનેની કેમિસ્ટ્રી ગજબની જણાય છે. જી, તમે સમજી ગયા હશો કે ચીની કમમાં તબ્બુના હીરો હતા અમિતાભ બચ્ચન.

એ પહેલાં 2003માં આવેલી ક્રાઇમ થ્રિલર મકબૂલ ઘણા ભૂલ્યા નહીં હોય. આ ફિલ્મમાં પણ તબ્બુ એના કરતા 18 વરસ મોટા પંકજ કપૂર સાથે રોમાન્સ કરતી જોવા મળે છે.

અક્ષય કુમારે એની કરિયરના શરૂઆતના દોરમાં એક ફિલ્મ કરી હતી જેનું નામ હતું ખિલાડીઓં કા ખિલાડી. 1996માં આવેલી આ ફિલ્મમાં અક્ષયે WWFના પહેલવાનને ઉંચકીને પટક્યો હતો એ સમાચાર કરતા એની હીરોઇન સાથેના રોમાન્સની વાતો વધુ ચગી હતી. ફિલ્મની હીરોઇન હતી રેખા જે અક્ષય કરતા 13 વરસ મોટી હતી.

મલ્લિકા શેરાવત એના બૉલ્ડ નેચરને કારણે વિખ્યાત છે. એની 2015માં એક ફિલ્મ આવી હતી ડર્ટી પોલિટિક્સ. જેમાં મલ્લિકાએ ઓમ પુરી સાથે ઇન્ટિમેટ સીન આપ્યા હતા. આપની જાણ ખાતર ઓમ પુરી મલ્લિકા શેરાવત કરતા 23 વરસ મોટા છે.

 

ગયા વરસે રિલીઝ થયેલી દે દે પ્યાર દે રિલીઝ પૂર્વે ઘણી ચર્ચામાં આવી હતી. કારણ, અજય દેવગણની હીરોઇન એના કરતા 22 વરસ નાની હતી. છતાં બંનેના રોમાન્ટિક સીન દર્શકોને ઘણા પસંદ પડ્યા હતા.

હૉલિવુડ જતા પહેલાં પ્રિયંકા ચોપરાએ એક ફિલ્મ કરી હતી જેનું નામ હતું સાત ખૂન માફ. ફિલ્મમાં ઇરફાન ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે રોમાન્સ જોવા મળ્યો હતો. આ બંને કલાકારની ઉંમરમાં 16 વરસનો ડિફરન્સ હતો.

હીરો-હીરોઇન વચ્ચેનો ઉંમરનો ડિફરન્સ તો બ્લૅક ઍન્ડ વ્હાઇટ ફિલ્મના સમયથી જોવા મળે છે. સાહિબ બીબી ઔર ગુલામ, કાગઝ કે ફૂલ જેવી ફિલ્મોમાં રોમાન્સ કરતા જોવા મળેલા ગુરૂ દત્ત અને વહીદા રહેમાનનીં ઉંમરમાં પણ ખાસ્સો તફાવત હતો. ગુરૂ દત્ત વહીદા રહેમાન કરતા 13 વરસ મોટા હતા.

એવરગ્રીન તરીકે આજે પણ પ્રખ્યાત એવા દેવ આનંદ તો ફિલ્મોમાં એમના કરતા નાની હીરોઈનો સાથે રોમાન્સ કરવા માટે જાણીતા હતા. દેશ પરદેશમાં તેમનાથી 34 વરસ નાની ટીના મુનીમ સાથે દેખાયા હતા. તો 28 વરસ નાની ઝીનત અમાન હરે રામ હરે કૃષ્ણમાં દેવ આનંદની બહેન તરીકે દેખાઈ હતી. ત્યાર બાદ આવેલી વૉરન્ટ, પ્રેમ શાસ્ત્ર, હીરા પન્ના, ઇશ્ક ઇશ્ક, ઇન્ડો-ફિલિપિનો ફિલ્મ ધ એવિલ વિધિનમાં પ્રેમી યુગલ તરીકે દેખાયા હતા.

રાજેશ ખન્ના પણ એનાથી 15 વરસ નાની ટીના મુનિમ સાથે સૌતન, બેવફાઈ, અધિકાર, ફિફ્ટી ફિફ્ટી, ઇન્સાફ મૈં કરૂંગા જેવી ફિલ્મો કરી હતી. રાજેશે એના કરતા નાની ઉંમરની જ હીરોઇન સાથે કામ કર્યું છે એવું નથી. મર્યાદામાં રાજેશ એના કરતા છ વરસ મોટી માલા સિંહા સાથે જોવા મળ્યો હતો.

તો દીપિકા પદુકોણે એની ડેબ્યુ ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં એના કરતા 19 વરસ મોટા હીરો શાહરૂખ ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળી હતી.

જોકે ઉંમરની તફાવતનો રેકૉર્ડ મહાનાયકના નામે છે. 2007માં આવેલી રામ ગોપાલ વર્માની ફિલ્મ નિશબ્દમાં અમિતાભ બચ્ચને તેમનાથી 20-25 નહીં 46 વરસ નાની હીરોઈન જિયા ખાન સાથે રોમાન્સ કર્યો હતો. હીરો-હીરોઇનની ઉંમરની તફાવતનો આ કદાચ બૉલિવુડમાં રેકોર્ડ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here