ગરબાનો વિડિયો મોકલો અને તમારા માનીતા કલાકારોને મળવાનો લ્હાવો લો
નવાઈ લાગે એવી વાત છે નહીં, પણ હકીકત છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સર્જકો તેમના દર્શકો માટે એક અનોખી ઑફર લઈને આવ્યા છે. એક વિડિયો મોકલવાથી ચંપક કાકા, જેઠાલાલ, પોપટલાલ, તારક મહેતાથી લઇ ટપુ સેનાને મળવાનો એક મજેદાર અવસર તમને મળી શકશે.
આ માટે તમારો ગરબાનો એક વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર અપલોડ કરવાનો છે. વિડિયો અપલોડ કરતી વખતે તમારે માત્ર # ગરબાવિથગોકુલધામ (#garbawithgokuldham) ભૂલ્યા વગર લખવાનું રહેશે. એ સાથે વિડિયો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને ટેગ કરો. જેમનો વિડિયો સુંદર હશે એને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દ્વારા રીપોસ્ટ કરાશે.
સૌથી સુંદર ગરબા રમનારને એક દિવસ માટે ગોકુલધામના રહેવાસીઓ સાથે રહેવાનો મોકો મળશે. છે ને મજેદાર ઑફર? તો રાહ કોની જોઈ રહ્યા છો? ફટાફટ તમારો વિડિયો બનાવો અને તમારા સોશિયલ મીડિયા પર અપલોડ કરો.
નવરાત્રિનો સમય, મોજ, મસ્તી અને ગરબામાં ઝૂમવાનો અવસર. નાના બાળકોથી લઈ જુવાનિયાઓ હોય કે મોટેરાઓ… બધા સજીધજીને ગરબા – દાંડિયા રમવા નીકળી પડે છે. શોમાં નિર્માતા આસિત કુમાર મોદીએ જણાવ્યું કે, અમે હંમેશા અમારા દર્શકોની ઈચ્છા મુજબ શોમાં પરિવર્તન પણ લાવ્યા છીએ. ક્રિકેટની જે નૃત્ય પણ ભારતનો રાષ્ટ્રીય શોખ છે. એટલે અમે ગરબા વીડિયોની સ્પર્ધા લઈને આવ્યા છીએ. સ્પર્ધામાં ભાગ લેવાની એક સરળ પ્રક્રિયા છે. તમારા ગરબાનો એક વિડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરવાથી તમને તમારા માનીતા કલાકારોને મળવાનો સોનેરી અવસર મળી શકે છે.