અભિનેત્રી-લેખિકા-નિર્માત્રી અવની મોદીએ ફિલ્મી એક્શનને આપેલા ખાસ ઇન્ટરવ્યુમાં જ્યોતિ વેંકટેશને જણાવ્યું હતું કે એ મોટી ફિલ્મમાં નાની ભૂમિકા ભજવવાને બદલે નાની ફિલ્મમાં મહત્ત્વનો ભાગ બનવાનું પસંદ કરશે.
પ્રસ્તુત છે અવની મોદી સાથેની મુલાકાત…
મૂળભૂત રીતે તમે એક અભિનેત્રી છો જેણે આજ સુધી છ જેટલી હિન્દી, ગુજરાતી તેમજ તમિલ ફિલ્મોમાં કામ કર્યું છે. તે ફિલ્મો કઈ છે?
મેં તમિલમાં બે ફિલ્મો કરી જેમાં નાકુ સાથે નાન રાજાવગા પોગીરેન અને વિજયની સાથેની સ્ટ્રોબેરીનો સમાવેશ થાય છે. તો મધુર ભંડારકર સાથે હિન્દી ફિલ્મ કેલેન્ડર ગર્લ્સ, અને બાપુ ક્યા છે અને કેરી ઑન કેસર નામની બે ગુજરાતીમાં ફિલ્મોમાં કામ કર્યું છે. આ ઉપરાંત, હું વૉઈસ મેઈલ અને ગુલાબી નામની શોર્ટ ફિલ્મો પણ કરી છે.
તમે મોદીજી કી બેટી નામની ફિલ્મ શરૂ કરવાનો નિર્ણય શા માટે કર્યો?
કારણ એટલું જ કે, તમે ભલે ગમે તેટલા પ્રતિભાશાળી હો, પણ ફિલ્મોદ્યોગના મોટા બેનર્સ તમને બ્રેક આપવાની તસ્દી લેતા નથી. કોઈ પણ ફિલ્મની શરૂઆત કરવા માટે તમારે મોટા અભિનેતાની જરૂર હોય છે અને આજે ઓછા બજેટની ફિલ્મમાં કામ કરવા કોઈ તૈયાર થતું નથી અને સ્મૉલ બજેટની ફિલ્મ બનાવવા માટે કોઈ તૈયાર નથી. મારા માટે મોદીજી કી બેટી ફિલ્મને પ્રોડ્યુસ કરવી એ પસંદગી નહીં પણ મજબૂરી હતી. હું નહોતી ઇચ્છતી મારી પરિકલ્પનાને અલગરીતે રજૂ કરવામાં આવે.
તમારું નામ અવની મોદી છે, તો શું આ ફિલ્મ તમારી બાયોપિક છે?
તમે માનો કે ના માનો, હકીકતમાં એક પ્રકારના વિવાદના ફળસ્વરૂપ આ ફિલ્મ બની છે. ફિલ્મ અવની મોદીની કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક નથી. એક પત્રકારે મને પૂછ્યું કે શું હું મારી જાતને આપણા વડાપ્રધાન મોદીની પુત્રી માનું છું અને મેં તેમને કહ્યું કે હું મારી જાતને અવની માનું છું જે મારા પિતા મોદીના ઘરે જન્મી છે.
ફિલ્મમાં તમારી ભૂમિકા શું છે? એક અભિનેત્રી તરીકે આ પાત્ર કેટલું પડકારજનક હતું?
મેં ફિલ્મ લખી છે, પ્રોડ્યુસ કરી છે અને અભિનય કર્યો છે જેમાં હું અવની નામની એક અદાકારાની ભૂમિકા ભજવી રહી છું. પાત્ર મારા માટે એટલું પડકારજનક નહોતું કારણ, મેં મારું જ પાત્ર ભજવ્યું છે. એટલું જ નહીં, બધા સંવાદો મારા મગજમાં પહેલેથી જ અંકિત થઈ ગયા હતા. જોકે મારામાં રહેલા લેખકને ‘કટ’ કરીને કલાકાર તરીકે સુધારવું એ પડકારજનક હતું.
શું તમે ફિલ્મમાં પીએમ મોદીજીને બતાવવાનો પ્રયાસ કર્યો હતો?
મારા દિગ્દર્શક એડી સર અને મેં વિચાર્યું કે અમારે પહેલાં ફિલ્મ પૂરી કર્યા બાદ જ એ મોદીજીને બતાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જોકે અમે 2020માં જ P.M.ની ઑફિસમાં અમારું ટ્રેલર ઈ-મેલ કર્યું હતું.
તમે ફિલ્મ લખવા ઉપરાંત નિર્માણ પણ કર્યું છે તો દિગ્દર્શનની જવાબદારી જાતે સંભાળવાને બદલે એડ ફિલ્મ સર્જક એ.ડી. સિંઘ સાથે કામ કરવાનો નિર્ણય કેમ લીધો?
હું મારી જાતને આકસ્મિક લેખક કહું છું. જેમની સાથે મેં બે એડ ફિલ્મોમાં અભિનય કર્યો હતો એડી સિંઘ સરે મને આ વિષય પર લખવા માટે પ્રોત્સાહિત કરી હતી. કારણ, તેમને લાગ્યું કે આ વિષય પર ફીચર ફિલ્મ બનાવવી જોઈએ. હું મારા સર્જનાત્મક વિચારો તેમની સાથે સતત શેર કરતી હતી. એ.ડી. સિંઘ શરૂઆતથી જ આ સબ્જેક્ટ સાથે સંકળાયેલા હતા. બીજું, મને નથી લાગતું કે હું ફિલ્મનું દિગ્દર્શન કરવા સક્ષમ છું કારણ કે તેમના જેવો દિગ્દર્શનનો અનુભવ મને નથી.
તમે મધુર ભંડારકરના દિગ્દર્શન હેઠળ કામ કર્યું છે શું તમને એવું ન લાગ્યું કે મધુરને તમારી ફિલ્મ ડિરેક્ટ કરવાનું કહેવું જોઈએ?
હા. એ.ડી. સર અને મને પણ લાગ્યું કે આપણે મધુરને ફિલ્મનું દિગ્દર્શન કરવા માટે કહેવું જોઈએ, પરંતુ તેણે આ વિચાર પડતો મુક્યો કારણ, મધુર ભંડારકર તેમના હાર્ડ હીટિંગ વિષયો માટે જાણીતા છે જ્યારે અમારી ફિલ્મ હળવી વ્યંગાત્મક છે. તેમજ મધુર એક મોટા દિગ્દર્શક છે અને અમને નિર્દેશક તરીકે તેમની ફી પરવડી શકત નહીં.
બૉલિવુડમાં તમારા ફેવરિટ કલાકારો કોણ છે?
હું ઈચ્છું છું કે મને અમિતાભ બચ્ચન સાથે અભિનય કરવાની તક મળે. બચ્ચનસાબ ઉપરાંત, હું રણબીર કપૂર, નવાઝુદ્દીન સિદ્દીકી, દિવંગત ઈરફાન ખાન અને કાર્તિક આર્યન, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ અને ખાસ કરીને તબ્બુ સાથે કામ કરવા આતુર છું.
ક્યા ડિરેક્ટર્સ સાથે કામ કરવાની તમારી ઇચ્છા છે?
મને એવા ડિરેક્ટર સાથે કામ કરવાનું ગમશે જે મારી સાથે કામ કરવા માંગે છે. જ્યાં સુધી સગાંવાદ (નેપોટિઝમ)નો સંબંધ છે, હું દરેકને તેમના પોતાના ગણું છું તેમ હું તેના પક્ષમાં કે વિરુદ્ધમાં નથી. હું આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની ચાહક છું તો કંગના રનૌત પણ મારી ફેવરિટ છે.
સ્કિન શો અને ગ્લેમર માટે તમે કેટલી હદે તૈયાર છો?
મને જે પાત્ર ભજવવાનું કહેવામાં આવે છે એ જો પાવરપેક્ડ હોય, અને એમાં ગ્લેમર હોય તો મને વાંધો નથી, પરંતુ જો કન્ટેન્ટ બૉલ્ડ હોય તો હું એક કલાકાર તરીકે હું કપડાં ઉતારવાની તૈયાર નથી. મેં કેલેન્ડર ગર્લ્સ, સ્ટ્રોબેરી, ‘કેરી ઓન કેસર’ જેવી ફિલ્મોમાં ગ્લેમરસ ભૂમિકાઓ ભજવી છે. મને લાગે છે કે ગ્લેમર એ શારીરિક નહીં પણ તમારા અભિનયનો એક ભાગ છે.
આ અંગે જરા સ્પષ્ટતાપૂર્વક જણાવશો?
જ્યાં સુધી મારી ભૂમિકાઓની વાત છે ત્યાં સુધી હું ખૂબ જ ચૂઝી છું, કારણ કે હું હંમેશા એ વાતે મક્કમ રહી છું કે શૃંગારિક ફિલ્મો કે એ પ્રકારની વેબ સિરીઝનો ભાગ નહીં બનું. મને એક્સપોઝરમાં બિલકુલ સમસ્યા નથી પરંતુ એક્સપોઝરને યોગ્ય ઠેરવવા માટે યોગ્ય કથાનક ધરાવતી ફિલ્મની જરૂર છે. હું મોટી ફિલ્મમાં નાની ભૂમિકા ભજવવાને બદલે નાની ફિલ્મમાં મહત્ત્વનો ભાગ બનવાનું પસંદ કરીશ.