બહેનોના સંબંધો મિત્રતાથી પણ વધીને જીવનના તમામ તબક્કે એક બીજાને સહાયરૂપ બનવાની ભાવના જાગ્રત થાય છે. કુડવઈ (ત્રિશા) અને વાનથી (શોભિતા ધીલિપાલા) વચ્ચેના હૃદયસ્પર્શી સંબંધોને મણિરત્નમની ઐતિહાસિક મલ્ટી-સ્ટારર પોન્નિયન સેલવન-1ના ચોથા ગીત ‘બોલ’માં દર્શાવવામાં આવ્યો છે.
ગીતની શરૂઆતમાં મહિલાઓના હસવાનો, એક સાથે ભજન કરવાનો અને પાણી સાથે રમત કરતી જોવા મળે છે. ગીતના હિન્દી વર્ઝનને શ્રેયા ઘોષાલે ગાયું છે.
ગીત વિશે વાત કરતાં શ્રેયા ઘોષાલે કહ્યું, સમગ્ર ગીતનો સાર એ છે કે એક સરળ અને નમ્ર અનુયાયિત મિત્રનું માળખું બનાવવું. ગીતનું એક રસપ્રદ પાસું એ છે કે મહેબૂબે મિત્રો વચ્ચેની વાતચીતને જે રીતે ગીતમાં રજૂ છે.
તો શોભિતા ધૂલિપાલ આ વાતને આગળ વધારતા કહે છે કે, બોલ એક એવું ગીત છે જે મને એટલા માટે ખાસ પસંદ છે કે એમાં નિર્દોષતા, નાની વાતે આનંદની સાથે સ્ત્રી મિત્રતાની મીઠાશને ઉજાગર કરે છે. અને છેલ્લે ભવ્ય ઉજવણીઁ માટે છે રત્ચાસા મામાને, જે ભવ્ય, ઉત્સવપૂર્ણ અને ઉલ્લાસથી ભરપૂર છે.
હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે PS-1માં આવા ખૂબસૂરત રીતે ગવાયેલું અને અને સ્વરબદ્ધ કરેલું ગીત તૈયાર કરવામાં આવ્યું છે. ફિલ્મનાં તમામ ગીતો ઘણા સુંદર બન્યાં છે.
પોન્નિયન સેલવન-1 30 સપ્ટેમ્બરે પાંચ ભાષાઓ – તમિલ, હિન્દી, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રિલીઝ થશે. કલ્કીની નવલકથા પર આધારિત, PS-1 10મી સદીના ચોલા વંશ અને સિંહાસન માટેના સંઘર્ષની કથાની આસપાસ ફરે છે.
ફિલ્મમાં વિક્રમ, ઐશ્વર્યા રાય બચ્ચન, કાર્તિ, જયમ રવિ અને ત્રિશા મુખ્ય ભૂમિકામાં છે. અન્ય કલાકારો છે આર. સરથ કુમાર, રાધાકૃષ્ણન પાર્થિબન, પ્રકાશ રાજ, પ્રભુ, વિક્રમ પ્રભુ, જયરામ, રહેમાન, જયચિત્રા, લાલ, શોભિતા ધૂલીપાલા અને ઐશ્વર્યા લક્ષ્મી.
ગીત જોવા નીચેની લિન્ક પર ક્લિક કરો