ફિલ્મ શિરડી કે સાઈબાબામાં અભિનય કરનાર અભેતા આશિમ ખેત્રપાલ 18 વરસે ચલ જીત લે જહાંથી પુનરાગમન કરી રહ્યા છે. વિકલાંગ ક્રિકેટરોની રાષ્ટ્રીય ટીમના ક્રિકેટરોની જીવન પર બની રહેલી ફિલ્મ ઓરિયન્ટ ટ્રેડલિન્ક સિમિટેડ, વ્હિસલિંગ ટ્રેન પ્રોડક્શન, ગૌરવ જૈનના બેનર હેઠળ નિર્માતા રાજા કંવર અને ઓમ સ્પોર્ટમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહી છે. ફિલ્મના પાંચ ગીતો સુખવિંદર, સુનિધિ ચૌહાણ, શંકર મહાદેવન, અમિત મિશ્રા, આશિમ ખેત્રપાલ અને શ્રેયા ઘોષાલના અવાજમાં રેકોર્ડ કરાયા છે. ફિલ્મનું 20 દિવસનું શૂટિંગ ઉત્તરાખંડમાં ચાલી રહ્યું છે. ધાર્મિક સિરિયલો અને ફિલ્મોના મશહૂર લેખક વિકાસ કપૂર આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ ફિલ્મથી તેઓ દિગ્દર્શન ફિલ્ડમાં જેપલાવી રહ્યા છે.

આશિમ ખેત્રપાલ ફિલ્મોમાં પુનરાગમન અંગે કહે છે કે, આ ફિલ્મમાં હું એક ક્રિકેટ કૉચની ભૂમિકા ભજવી રહ્યો છું. ફિલ્મમાં આ ઘણું મહત્ત્વનું પાત્ર છે. અમે જ્યારે શિરડી કે સાઈબાબા ફાઉન્ડેશન તથા જૉનસન આધીન હિતાચીના રેડિયંટ ઇન ક્વેસ્ટ ઑફ ગૉલ્ડના પેરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા (પીસીઆઈ)ના 10 પેરા એથ્લિટ્સને ટ્રેઇન કરવાની જવાબદારી લીધી હતી ત્યારે હું એ લોકોથી ઘણો પ્રભાવિત થયો અને શારીરિક રીતે વિકલાંગ ક્રિકેટટીમના ક્રિકેટરો ઉપર ફિલ્મ બનાવવાનું વિચાર્યું. શ્રી વિકાસ કપૂરે ફિલ્મની વાર્તા લખવા ઘણી જહેમત ઉઠાવી ત્યારે અમે શૂટિંગ શરૂ કરી શક્યા. આ ફિલ્મ મારી સાથે તમામને પ્રભાવિત કરશે.

વ્હિસલિંગ ટ્રેન પ્રોડક્શનના ડિરેક્ટર રાકેશ ગુપ્તા કહે છે, અમે હંમેશ સામાજિક, દેશની સંસ્કૃતિ અને સભ્યતા તથા સમાજ સાથે સંકળાયેલા વિષય કે લોકો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર સહયોગ કરીએ છીએ અને સાથે જોડાઇએ છીએ. આ ફિલ્મ ઘણા સારા વિષય પર બની રહી હોવાથી અમે જોડાયા છીએ.

શિરડી કે સાઈબાબા ફિલ્મ માટે રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવી ચુકેલા વિકાસ કપૂરે ઓમ નમઃ શિવાય, શ્રી ગણેશ, જય સંતોષી મા, સાઈ ભક્તો કી સચ્ચી કહાનિયાં, શ્રીમદ્ ભાગવત મહાપુરાણ જવી ધાર્મિક સિરિયલોનું લેખન કર્યા બાદ પહેલીવાર આ ફિલ્મથી દિગ્દર્શન ક્ષેત્રે પ્રવેશી રહ્યા છે. વિકાસ કપૂર આ ફિલ્મ અંગે જણાવે છે કે, શારીરિક વિકલાંગ ક્રિકેટ ટીમના વર્લ્ડ કપ જીતીને આવેલા પાંચ ક્રિકેટર આ ફિલ્મમાં પહેલીવાર અભિનય કરશે.આજકાલ રિયાલિટી ,નેમાનો દોર ચાલી રહ્યો છે અને આનાથી વિશેષ રિયલ બીજું કંઈ હોઈ શકે નહીં, શક્ય છે કે ફિલ્મમાં દિવ્યાગ ક્રિકેટ ટીમના બધા પ્લેયર રિયલ હોય.એનું ગીત-સંગીત ઘણું સરસ તૈયાર થયું છે. આ એક અલગ પ્રકારની ફિલ્મ છે જે અમે મોટા પાયે બનાવી રહ્યા છીએ.હકીકતમાં હું આશિમજી અને મારા નિર્માતાઓનો આભાર માનીશ કે મને આ વિષય પર બનતી ફિલ્મનું દિગ્દર્શન કરવાનો મોકો આપ્યો.

ફિલ્મ ચલ જીત લે જહાંના લેખક-દિગ્દર્શક વિકાસ કપૂર છે, સંગીતકાર અમર દેસાઈ, ગીતકાર – શેખર અસ્તિત્વ, કેમેરામેન – રાકેશ રોશન સિંહ અને કોરિયોગ્રાફર સાગર દાસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here