દેશ-દુનિયામાં ઐશ્વર્યા રાય બચ્ચનની કોપી કરનારાઓની સંખ્યા કંઈ ઓછી નથી. જોકે હાલ એક મરાઠી અભિનેત્રીના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ મરાઠી અભિનેત્રીનું નામ છે માનસી નાઇક. માનસી ટિક ટૉક પર ઘણી જાણીતી છે.

ઇન્ટરનેટ પર લોકો એને ઐશ્વર્યાની કાર્બન કૉપી જણાવી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સને ઐશ્વર્યા અને માનસી વચ્ચે કોઈ ફરક લાગતો નથી. લોકોને માનસી જાણે ઐશ્વર્યાના શરૂઆતના દિવસોની યાદ અપાવતી હોય એવું લાગે છે. માનસી ટિક ટૉક ઉપરાંત ઇન્સ્ટાગ્રામ પર પણ એના ફોટા અને વિડિયો શેર કરતી રહે છે.

હાલ માનસીની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં એને જોધા અકબરની ઐશ્વર્યા કહેવાઈ રહી છે. માનસી પણ ઐશ્વર્યા રાય જેવી દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર કોઈ માનસીને ડુપ્લિકેટ તો કોઈ કાર્બન કોપી જણાવી રહ્યા છે. માનસીના ઇન્સ્ટાગ્રામ પર ૯,૪૩,૫૩૭ ફોલોઅર્સ છે. તો ટિક ટૉક પર માનસીના ૪ મિલિયન ફોલોઅર્સ છે. આવો માનસીની એવી જ પોસ્ટ પર નજર નાખીએ જે હાલ ઘણી વાયરલ થઈ રહી છે.

મરાઠી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માનસી એક જાણીતું નામ છે. માનસીએ મરાઠીમાં જબરજસ્ત, ટાર્ગેટ, કુટુંબ જેવી અનેક હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. ઉપરાંત માનસી ટીવી શોમાં પણ કામ કરી રહી છે.