24 માર્ચથી અમલમાં આવેલા લૉકડાઉને કારણે જાણે દુનિયા થંભી ગઈ. ઑફિસ-મિલ-ફેક્ટરીની સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેમેરા પણ થંભી ગયા. જોકે 8 જૂનથી ધીમી ગતિએ અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ અને હવે નિયમોને આધીન શૂટિંગની પણ શરૂઆત થઈ છે. અનેક સિરિયલોના શૂટિંગ શરૂ થઈ ગયા છે ત્યારે સંગીતપ્રેમીઓના માનીતા કાર્યક્રમ સારેગામાપાનું શૂટિંગ 10 જુલાઈથી શરૂ થઈ રહ્યુ છે. આને કારણે મનીષ પૉલની ધમાલ-મસ્તી ફરી દર્શકો માણી શકશે.

શૂટિંગ શરૂ કરવાની તારીખ જાહેર થતાં મનીષ પૉલે જણાવ્યું કે, 100 દિવસ ઘરમાં રહ્યા બાદ ફરી શૂટિંગ શરૂ કરવા માટે ઘણો ઉત્સાહિત છું. આટલા લાંબા અરસા બાદ મસ્તીભર્યા એપિસોડ શૂટ કરવા આતુર છું. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સોશિયલ ડિસ્ટન્સિંગની સાથે તમામ સાવચેતીનાં પગલાં લેવામાં આવશે.

આજના કઠણાઈભર્યા દિવસોમાં પ્રતિભાશાળી ગાયકોની ટેલેન્ટને માણવાની સાથે મન હળવું કરવા માટે મનીષનું પર્ફોર્મન્સ ઘણુ કારગત રહેશે. સારેગામાના સેટ પર મનીષનો મજેદાર અંદાજ, ઉત્કૃષ્ટ વન લાઇનર અને પંચ લોકોના ચહેરા ખીલી ઉઠશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here