બૉલિવુડના ઓરિજિનલ સુપરહીરો ગણાતા હૃતિક રોશનના કેરેક્ટર ક્રિશ ફ્રેન્ચાઇઝીની છેલ્લી ફિલ્મ 2013માં રિલીઝ થઈ હતી. જેમાં કંગના રનૌત, વિવેક ઓબેરોય અને પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સની મહત્ત્વપૂર્ણ ભૂમિકાઓ હતી.

હવે મળતા અહેવાલ મુજબ રાકેશ રોશને લૉકડાઉનમાં ક્રિશ-4ની સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે. આ પાર્ટમાં સુપર હીરો ઘડિયાળના કાંટા પાછા ફેરવી એના વૈજ્ઞાનિક પિતા અને જાદુને પાછા લઈને આવશે. એ સમયે જાદુનું પાત્ર બાળકોમાં ઘણું પ્રિય બન્યું હતું. ફિલ્મનો આઇડિયા ફાઇનલ થયે રાકેશ રોશન પ્રી-પ્રોડક્શનનું કામ શરૂ કરશે. ફિલ્મનું સંગીત રાજેશ રોશન આપશે એ નક્કી છે. જ્યારે વિઝ્યુઅલ ઇફેક્ટનું કામ શાહરૂખ ખાનની કંપની રેડ ચિલીઝ હેન્ડલ કરશે. ફિલ્મની થીમ ઘણી મહત્ત્વપૂર્ણ હોવાથી દિગ્દર્શક કોઈ કચાશ છોડવા માંગતા ન હોવાથી શાહરૂખની કંપની પર પસંદગી ઉતારી છે.

ફિલ્મનો નાયક જો સુપર હીરો હોય તો એના વિલન પણ એવા જ ખતરનાક હોવા જરૂરી છે. એટલે ફિલ્મમાં પણ હીરો સાથે સુપર વિલનની ફોજ લડતી જોવા મળશે. દરેક વિલનને ખતરનાક દર્શાવવા ખાસ હૉલિવુડના ડિઝાઇનરને કામગીરી સોંપી છે. રોહિતનું પાત્ર મહત્ત્વનું છે કારણ એ એક એવી વ્યક્તિ છે જે જાદુ સાથે સંપર્ક કરી શકે છે.

જાણવા મળ્યા મુજબ રાકેશ રોશને કોઈ મિલ ગયાના સૌથી લોકપ્રિય પાત્ર જાદુને ધ્યાનમાં રાખી સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. હાલ કાસ્ટિંગ અંગે વિચારણા ચાલી રહી છે. જોકે ફિલ્મમાં પ્રિયંકા ચોપરા એના હૉલિવુડના પ્રોજેક્ટમાં વ્યસ્ત હોવાથી જોવા નહીં મળે એવી ચર્ચા ઇન્ડસ્ટ્રીમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here