દુનિયાભરમાં હાહાકાર મચાવી રહેલા કોરોના વાઇરસથી બચવા સરકાર માસ્ક પહેરવાની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની ખાસ સલાહ આપી રહી છે. આમ છતાં મહામારીથી બચવા લોકો અવનવા ઉપાયો અજમાવતા રહે છે. એમાંય કેરળમાં અમુક લોકોએ જે રીત અપનાવી છે એ જોઈને બધા આશ્ચર્યચકિત ન થાય તો નવાઈ લાગે. કેરળના સની લિયોનીના ચાહકોએ એક એવો નુસખો અજમાવ્યો છે જેને કારણે સની તેમની નજદિક પણ રહે અને કોરોનાથી પણ સુરક્ષિત રહે.

બૉલિવુડની હીરોઇન સની લોયોની કેરળમાં પણ ઘણી ફૅમસ છે. ત્યાં એનું ઘણું મોટું ફૅન ફોલોઇંગ છે. અત્યારે સની તો પરિવાર સાથે એના હૉલિવુડના ઘરે છે. પણ ચાહકોએ એવી યુક્તિ લડાવી છે કે સની તેમની પાસે રહે… સાથે રહે. હકીકતમાં કેરળમાં એક સ્પેશિયલ માસ્ક જોવા મળે છે જેના પર સની લિયોનીનો ફોટો છે. માસ્ક સાદા કપડાના બનેલા છે. આ અગાઉ સની ફટાકડા સહિત ઘણી ચીજો પર દેખાઈ છે. પરંતુ આ પહેલીવાર હશે કે કોઈ બીમારીથી બચાવતી ચીજ પર સનીનો ફોટો દેખાયો હોય. સની લિયોનીવાળા માસ્કનું કેરળમાં ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here