એક વિલન રીટર્ન્સના પ્રમોશનમાં વ્યસ્ત જ્હૉન અબ્રાહમે પત્રકારોને જણાવ્યું હતું કે નિર્માતા તરીકે મને ઓટીટી પ્લેટફોર્મ સામે કોઈ વાંધો નથી. પરંતુ અભિનેતા તરીકે મારી જાતને હું મોટા પરદાના હીરો તરીકે જ જોઉં છું.
એક વિલન રીટર્ન્સના પ્રમોશનમાં જ્હૉન અબ્રાહમ સાથે છે તારા સુતરિયા, અર્જુન કપૂર અને દિશા પટની. આ ઍક્શન થ્રિલર ફિલ્મના નિર્માતા છે એકતા કપૂર અને ભૂષણ કુમાર.
ફિલ્મના પ્રચાર દરમિયાન જ્હૉન અબ્રાહમે જણાવ્યું હતું કે, એને ઓટીટી પસંદ છે પણ પ્રોડ્યુસર તરીકે, અભિનેતા તરીકે નહીં. મને ઓટીટી માટે ફિલ્મો બનાવવાનું ગમશે, પરંતુ એમાં કામ કરવાનું પસંદ નહીં કરૂં. હું એકદમ સ્પષ્ટ છું કે મારે મોટા પરદા માટે જ કામ કરવા માંગું છું.
એક વિલન રીટર્ન્સનો આ માસ્ક મૅન જાહેર સ્થળોએ પણ જોવા મળી રહ્યો છે
એક વિલન રીટર્ન્સ મોહિત સુરીની 2014માં આવેલી એક વિલનની સિક્વલ છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર અને રિતેશ દેશમુખે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
એક વિલન રીટર્ન્સમાં તારા સુતરિયા, જ્હૉન અબ્રાહમ અને અર્જુન કપૂરે ફિલ્મનું પ્રમોશન શરૂ કર્યું છે પણ એમાં દિશા પટની ગાયબ હતી.
એક વિલન રીટર્ન્સ 29 જુલાઈ 2022ના રિલીઝ થઈ રહી છે. ફિલ્મમાં પહેલીવાર અર્જુન કપૂર, તારા સુતરિયા, દિશા પટની અને જ્હૉન અબ્રાહમ સાથે જોવા મળશે.