લૉકડાઉનની સાથે કોરોના વાઇરસ પણ બૉલિવુડને ધ્રુજાવી રહ્યો છે. છેલ્લા ન્યુઝ મુજબ અર્જુન કપૂર બાદ મલઇકા અરોરાનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. મલઇકા અરોરાની બહેન અમૃતા અરોરાએ આ વાતની  જાણકારી આપી હતી. આજે અર્જુન કપૂરે પણ ઇન્સ્ટાગ્રામ પર જાણકારી આપી હતી કે એ કોરોના પોઝિટિવ છે. અર્જુને લખ્યું હતું કે એનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને ડૉક્ટરની સલાહ બાદ હૉમ ક્વૉરન્ટાઇન છે. જોકે અર્જુનમાં કોરોનાના કોઈ લક્ષણ જોવા મળ્યા નહોતા. ઉલ્લેખનીય છે કે મલાઇકાના શો ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર્સના ૭-૮ ક્રુ મેમ્બર્સ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા હતા.

અર્જુને આ ન્યુઝ પોસ્ટ કર્યા કે તુરંત સેલેબ્સે જલદી સાજા થવાની પ્રાર્થના કરી હતી. એના સ્ટેટમેન્ટ પર જાન્હવી કપૂર, સિદ્ધાંત કપૂર, હર્ષવર્ધન કપૂર, મુકેશ છાબરા, આયશા શ્રોફ અને કૃતિ સેનન સહિત અનેકે સારા સ્વાસ્થ્ય માટે કામના કરી હતી.

થોડા દિવસ પહેલાં બોની કપૂરનો સ્ટાફ કોરોના સંક્રમિત હોવાનું જણાયું હતું. જોકે બોની, જાન્હવી અને ખુશીના ટેસ્ટ નેગેટિવ આવ્યા હતા. તાજેતરમાં જેનેલિયા ડિસોઝા દેશમુખે પણ કોરોનાને માત આપી હતી. તો અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન પણ કોરોના સંક્રમિત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here