થોડા દિવસ અગાઉ એલાન કરાયું હતું કે દિશા પટની એકતા કપૂરના બેનર હેઠળ બનનારી ફિલ્મમાં દેખાશે. આ વાતને માંડ થોડા દિવસ થયા હશે ત્યાં ટેલિવિઝનની ક્વીન અને ફિલ્મ નિર્માત્રી એકતા કપૂરે દિશાનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે. લૂકને જોઈ લોકો અનુમાન લગાવી રહ્યા છે કે શું આ ફિલ્મ એકતા કપૂરની બાયોપિક હશે?

હકીકતમાં દિશા પટનીના ધમાકેદાર લૂકને જારી કરતી વખતે એકતા કપૂરે કેપ્શનમાં લખ્યું હતું કે, કટીનાના બધાને જય માતાદી (એનું નામ ટીના હતું પણ હવે કટીના છે. જ્યોતિષના હિસાબે એને માટે કે લેટર લાભદાયી છે). પણ આટલી બધી વીંટીઓ કોણ પહેરે છે. દિશા પટની જાણે પહેલા કદી જોવા મળી નથી. ફેવરિટ સ્ક્રિપ્ટ, શૂટિંગ શરૂ. આ ફોટોમાં દિશા પટનીનો ચહેરો દેખાતો નથી પણ એણે હાથ જોડેલા છે.

ફર્સ્ટ લૂકની ઝલક જોઈ તમને પણ ચક્કર આવી જશે કે આ દિશા પટની છે કે એકતા કપૂર. પરંતુ એના પરથી અંદાજ લગાવી શકાય છે કે એ એની આગામી ફિલ્મમાં એકતા કપૂરનું પાત્ર ભજવવાની છે.

હકીકતમાં કેપ્શનમાં આડકતરી રીતે જણાવ્યા મુજબ એકતા કપૂરનું નિક નેમ પણ ટીના જ છે. એટલું જ નહીં, એ એના ટીવી શો અને ફિલ્મોના નામ અંગ્રેજી આલ્ફાબેટના કે લેટરથી શરૂ કરવા માટે વિખ્યાત છે. એના અનેક સુપરહિટ શો કહાની ઘર ઘર કી, ક્યોંકી સાસ ભી કભી બહુ થી, કસમ સે અને કસૌટી જિંદગી કી બધા નામ અંગ્રેજીના મૂળાક્ષર કે થી શરૂ થાય છે. તો ફિલ્મોના નામ પણ કે લેટરથી રાખવામાં આવે છે. ઉપરાંત એકતા કપૂરને જ્યોતિષમાં ઘણો વિશ્વાસ છે અને એ પોતે પણ ઘણી વીંટીઓ પહેરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here