જેઠાલાલ પર હાલ શનિની સાડાસાતી ચાલી રહી હોય એવું લાગી રહ્યું છે. હજુ એક મુસીબતથી માંડ છૂટકારો મળ્યો ત્યાં બીજી મુસીબત બારણે ટકોરા મારતી આવી પહોંચે છે. બન્યું એવું કે, એક દિવસ સવાર સવારમાં જેઠાલાલને કોઈનો ફોન આવ્યો અને કહ્યું કે તેઓ ડિનર માટે ઘરે આવી રહ્યા છે. ફોન કરનારનું કહેવું હતું કે તેઓ જેઠાલાલ અને તેમના પરિવારને સારી રીતે ઓળખે છે. પરંતુ જેઠાલાલ તેમના અવાજ પરથી કોણ વાત કરી રહ્યું છે એ જાણી શકતા નથી. અને જેઠાલાલ તેમને પૂછી પણ શકતા નથી કે તમે કોણ છો?

હવે જેઠાલાલનો પ્રોબ્લેમ એ છે આવનાર અજાણ્યા મહેમાનો માટે રસોઈ બનાવશે કોણ? ગોકુળધામમાં બધાને રિક્વેસ્ટ કરે છે ત્યારે માંડ બબિતા રસોઈ બનાવી જાય છે.

રસોઈ તો તૈયાર છે પણ જેઠાલાલ પરેશાન છે કે એવા તે વળી ક્યા સંબંધી છે કે સામેથી રાતના ડિનર માટે આવી રહ્યા હોવાનું જણાવે છે.

રાતે જ્યારે વણનોતર્યા મહેમાન ઘરે આવે તો છે ચહેરા પર માસ્ક પહેરીને. કોણ છે આ લોકો? જેઠાલાલને કેમ પરેશાન કરી રહ્યા છે? શું ગોકુળધામ સોસાયટીના જ સભ્યો પ્રેન્ક કરી રહ્યા છે કે પછી કોઈ પરગ્રહવાસી છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here