કોરોના વાઇરસને કારણે તમામ ફિલ્મો અને ટીવી સિરિયલોના શૂટિંગ બંધ પડ્યા છે. બધે લૉકડાઉનની અસર જોવા મળી રહી છે. એને કારણે એકતા કપૂરે એની બે લોકપ્રિય સિરિયલ કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્યનું પ્રસારણ અટકાવવું પડ્યું છે. આ બે શોની જગ્યાએ એકતા કપૂરે એની વેબ સિરીઝ કર લે તૂ ભી મોહબ્બત ટીવી પર લઈ આવી છે.

કર લે તૂ ભી મોહબ્બતનું પ્રસારણ બુધવાર રાતથી શરૂ થઈ ચૂક્યું છે.  ઝી ટીવી પર એને રાત્રે 9થી 10 સદરમ્યાન દર્શાવવામાં આવે છે. કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્યના ટાઇમ સ્લોટ પર જ રામ કપૂર અને સાક્ષી તંવરની સિરીઝ દર્શાવવામાં આવી રહી છે. કર લે તૂ ભી મોહબ્બતની પહેલી સીઝનનું સ્ટ્રીમિંગ એકતાના ડિજિટલ પ્લેટફોર્મ અલ્ટ બાલાજી પર 2017માં શરૂ થયું હતું. ત્યાર બાદ 2018 અને 2019માં બીજી બે સીઝનનું સ્ટ્રીમિંગ થયું હતું. આ ત્રણેય સીઝન મળી 42 એપિસોડ દર્શાવાય હતા.

એકતા કપૂરે કર લે તૂ ભી મોહબ્બતનો પ્રોમો શેર કરતા જણાવ્યું હતું કે, હાલ મુશ્કેલ સમય ચાલી રહ્યો છે, અમે કુમકુમ ભાગ્ય અને કુંડલી ભાગ્યના નવા એપિસોડનું શૂટિંગ કરી શકતા ન હોવાથી ઝી ટીવી પરના અમારા શોને એક્સેટન્ડ કર્યા છે. એટલે રાત્ર 9 થી 10 દરમ્યાન કરન-પ્રીતા (કુડલી ભાગ્યના ધીરજ ધૂપર અને શ્રદ્ધા આર્ય) અને અભિ-પ્રજ્ઞા (કુમકુમ ભાગ્યના શબ્બર અહલુવાલિય. અને શ્રુતિ ઝા)ને બદલે દર્શકો ટિપ્સી અને કરણ (સાક્ષી તંવર અને રામ કપૂર)ને જોઈ શકશે. અમે દર્શકો માટે બીજું તો કંઈ કરી શકતા નથી પણ લૉકડાઉનના મુશઅકેલ સમયમાં મનોરંજન તો કરી શકીએ છીએ.

કર લે તૂ ભી મોહબ્બત ઉપરાંમત એકતા  કપૂર બીજી એક વેબ સિરીઝ કહને કો હમસફર હૈને પણ ટીવી પર લાવી છે. બુધવારે રાત્રે 10.30 વાગ્યાથી એનું પ્રસારણ શરૂ થઈ ચુક્યું છે. રોનિત રૉય, મોના સિંહ અને ગુરદીપ કોહલી સ્ટારર વેબ સિરીઝનું સ્ટ્રીમિંગ 2018માં શરૂ થયું હતું. અત્યાર સુધીમાં એની બે સીઝન આવી ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here