ભારતીય શિક્ષણ વ્યવસ્થા પર સમયાંતરે ફિલ્મો બનતી રહી છે. પરંતુ જે પ્રકારનો કરો પ્રહાર ડાયરેક્ટર રાજકુમાર હિરાણીની ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં કરવામાં આવ્યો હતો એ આજે પણ લોકો ભૂલ્યા નથી. જોકે થ્રી ઇડિયટ્સમાં હાયર એજ્યુકેશનમાં મેરિટ લિસ્ટમાં આવવા માટેની હોડમાં વિદ્યાર્થીઓ શું ગુમાવતા હોય છે એની સામે લાલબત્તી ધરવામાં આવી હતી. પરંતુ હવે ટીવીએફ ફૅમ જિતેન્દ્ર કુમાર પંચાયત નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. ફિલ્મમાં દેશની કથળી ગયેલી એજ્યુકેશન સિસ્ટમનું કડવુ સત્ય રજૂ કરે છે. ફિલ્મમાં જિતેન્દ્ર કુમારની સાથે નીના ગુપ્તા પણ જોવા મળશે. નીના ગુપ્તા ફિલ્મમાં ગ્રામ પ્રધાનનું પાત્ર ભજવી રહી છે. ફિલ્મ રિલીઝ માટે તૈયાર હતી પરંતુ કોરોના વાઇરસને પગલે દેશભરમાં જાહેર કરાયેલા લૉકડાઉનને કારણે રિલીઝ થઈ શકી નહીં. આથી ફિલ્મના નિર્માતાએ ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પર ફિલ્મ રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. હવે 3 એપ્રિલથી દર્શકોને પંચાયત એમેઝોન પર જોવા મળશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here