ગયા વરસે મહારાષ્ટ્રભરના દર્શકોને જે કાર્યક્રમે ઘેલુ લગાડ્યું, જેની ચર્ચા દરેક મહારાષ્ટ્રિયનો કરી રહ્યા હતા એવા રિયાલિટી શો બિગ બૉસ મરાઠીની બીજી સીઝન ટૂંક સમયમાં કલર્સ મરાઠી પર શરૂ થઈ રહી છે. આ નિમિત્તે પહેલી સીઝનને સુપહિટ બનાવનાર સભ્યો ફરી પાછા એકત્ર આવ્યા છે. બિગ બૉસના ઘરની અનેક યાદોંને આ કાર્યક્રમમાં ઉજાગર કરાશે. તો પ્રેક્ષકોના આરોપ – પ્રત્યારોપ, વાદ-વિવાદ પણ જોવા મળશે. મેધા અને આરતી, ઉષા નાડકર્ણી અને નંદકિશોર ચૌઘુલે વચ્ચેના વિવાદની મજાક ઉડાવાશે. એ સાથે રેશમ ટિપણીસ , બિગ બૉસ મરાઠીની પહેલી સીઝનમાં જેમની મૈત્રી ખૂબ ચર્ચામાં રહી એવા મેધા ઘડે, સઈ લોકુર અને પુષ્કર જોગ, શર્મિષ્ઠા રાઉત – નંદકિશોર ચૌઘુલે, વિનીત ભોંડે, સ્મિતા ગોંદકર – સુશાંત શેલારના ધમાકેદાર પર્ફોર્મન્સ દર્શકોને જોવા મળશે.

મરાઠી બિગ બૉસના આ ખાસ એપિસોડ આવતા સોમવારથી બુધવાર રાત્રે 9.30 વાગ્યે પ્રસારિત કરાશે. આ એપિસોડનું સંચાલન અભિનેતા જિતેન્દ્ર જોશી કરશે.

હાલ બિગ બૉસ-2ના પ્રોમોની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. એ સાથે બીજી સીઝનમાં ક્યા ક્ષેત્રની વ્યક્તિ ઘરનો સભ્ય બનશે એ જાણવાની તાલાવેલી પણ દર્શકોને થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here