શનિવારે સાંજે સિદ્ધિવિનાયક મંદિર સામે આવેલી હોટેલ કોહિનૂરમાં હિન્દી ઉપરાંત દક્ષિણની ફિલ્મોના વિખ્યાત કલાકાર સયાજી શિંદે અભિનીત મરાઠી ફિલ્મ તાંડવની પત્રકાર પરિષદનું યોજન કરવામાં આવ્યું હતું. 24 મેના રિલીઝ થઈ રહેલી ફિલ્મના મુખ્ય કલાકારો છે સયાજી શિંદે, આશિષ વારંગ, સ્મિતા ડોંગરે, અરૂણ નલાવડે, પૂજા રાયબાગી તથા અન્યો.

આ પ્રસંગે સયાજી શિંદેએ જણાવ્યું કે, ફિલ્મમાં તેમણે એક એવા પાલક પ્રધાનની ભૂમિકા ભજવી છે જેને પોતાના પદનો ભારે ઘમંડ છે. પોતાની સત્તાનો ઉપયોગ ગેરકાયદે ધંધા કરવાની સાથે લોકો પર અન્યાય કરતો ભ્રષ્ટ પોલિટિશિયન છે.

જ્યારે નવોદિત અભિનેત્રી પૂજા રાયબાગી પોલીસ અધિકારીનું પાત્ર ભજવી રહી છે. દિગ્દર્શક સંતોષ જાધવના કહેવા મુજબ તેમણે 200 જેટલી યુવતીઓના ઑડિશન લીધા જેમાંથી પૂજાની પસંદગી કરી હતી. સિલેક્શન થયા બાદ પૂજાને બુલેટ બીક, લાઠી દાવ, તલવારબાજી વહેરેની ટ્રેનિંગ પવામાં આવી હતી. ફિલ્મમાં પૂજાએ પોલીસ ઑફિસર કીર્તિ મરાઠેની ભૂમિકા ભજવી છે.

એ સાથે દિગ્દર્શક સંતોષ જાધવે જણાવ્યું હતું કે ફિલ્મમાં છોકરીઓ પર થતા અન્યાયની વાત સાથે તેમના સશક્તિકરણની વાત પણ આલેખવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here