વ્યુઅરશિપનો રેકોર્ડ બનાવનાર મશહૂર ટીવી શો ગેમ ઑફ થ્રોન્સમાં સંસાનું પાત્ર ભજવનાર હૉલિવુડની અભિનેત્રી સોફી ટર્નર એની ખૂબસૂરતીને કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોફી ટર્નરની બીજી ઓળખ આપવી હોય તો એ પ્રિયંકા ચોપરાની જેઠાણી થાય.

સોફી તાજેતરમાં પૂરા થયેલા શો ગેમ ઑફ થ્રોન્સમાં સંસા સ્ટૉર્કની ભૂમિકા ભજવી ભારે લોકપ્રિયતા મેળવી હતી. હવે આ અભિનેત્રી દર્શકો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ એક્સ-મેન ડાર્ક ફિનિક્સમાં જીન ગ્રેનું પાત્ર ભજવી રહી છે. એક્સ-મેન ડાર્ક ફિનિક્સને એક્સ-મેન ફ્રેન્ચાઇઝી અંતર્ગત બનાવાયેલી તમામ ફિલ્મોની શ્રેણીની આખરી ફિલ્મ હોવાનું કહેવાય છે.

સોફીએ તાજેતરમાં જણાવ્યું હતું કે એને સશક્ત મહિલાની ભૂમિકા ભજવવી વધુ પસંદ છે. ગેમ ઑફ થ્રોન્સ બાદ એક્સ-મેન ડાર્ક ફિનિક્સમાં મને આવી ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે.

ફૉક્સ સ્ટાર ઇન્ડિયા 5 જૂને એક્સ-મેન ડાર્ક ફિનિક્સ ભારતભરમાં હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં રિલીઝ કરી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here