જેમ્સ બૉન્ડનું પાત્ર ભજવી ચુકેલા અભિનેતા સર સીન કૉનરી (શ્યાઁ કૉનરી)નું 90મે વરસે નિધન થયું છે. તેમણે સાત ફિલ્મોમાં બૉન્ડનું પાત્ર ભજવ્યું હતું. સ્કૉટિશ મૂળના અભિનેતા સીનને ઑસ્કાર, બાફ્ટા અને ત્રણ ગોલ્ડન ગ્લોબ સહિત અનેક પુરસ્કાર મળ્યા હતા.

તાજેતરમાં કરાયેલા એક સર્વેક્ષણમાં જેમ્સ બૉન્ડનું પાત્ર ભજવનારા કલાકારોમાંથી સૌથી લોકપ્રિય અભિનેતા કોણ છે? એમાં સીન કૉનરી પહેલા નંબરે આવ્યા હતા. સીન કૉનરીને 44 ટકા વોટ મળ્યા હતા. જ્યારે 32 ટકા વોટ સાથે ટિમોથી ડાલ્ટન બીજા નંબરે અને 23 ટકા વોટ સાથે પિયર્સ બ્રોસ્નનને ત્રીજું સ્થાન મળ્યું હતું.

સીન કૉનરીની અન્ય ફિલ્મોમાં ધ હન્ટ ફોર રેડ ઓક્ટોબર, ઇન્ડિયાના જોન્સ એન્ડ લાસ્ટ ક્રુસેડ અને ધ રૉક સામેલ છે. સીન કોનરીને ધ અનટચેબલ માટે પહેલીવાર 1988માં ઓસ્કાર મળ્યો હતો. ફિલ્મમાં તેમણે આઇરિશ પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી હતી. આ વરસે ઓગસ્ટમાં તેમણે 90મો જન્મદિવસ ઉજવ્યો હતો.

સીન કૉનરી જેમ્સ બૉન્ડ તરીકે ડૉક્ટર નો, ફ્રોમ રશિયા વિથ લવ, ગોલ્ડફિંગર, થંડરબૉલ, યુ ઓન્લી લીવ ટ્વાઇસ અને ડાયમંડ્સ આર ફોર એવરમાં જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here