હૉલિવુડના સ્ટાર ટૉમ ક્રુઝ બર્મિંગહામ ખાતે એની મિશન ઇમ્પોસિબલ-7 ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો એ દરમિયાન એના બૉડીગાર્ડની કારમાં મુકેલો એનો કિમતી સામાન ચોરાયો હતો. હકીકતમાં બૉડીગાર્ડની બીએમડબલ્યુ કાર હોટલના પાર્કિંગમાંથી ચોરાઈ હતી અને એમાં ટૉમનો હજારો પાઉન્ડનો કિમતી સામાન મુક્યો હતો.
એવું જણાવાઈ રહ્યું છે કે ચોરે કાર ચાવી વગરના ઇગ્નિશન ફોબને કનેક્ટ કરવા માટે સ્કેનરનો ઉપયોગ કર્યો હતો. કાર બર્મિંગહામમાં ગ્રૅન્ડ હોટેલની બહાર ઊભી હતી, અને હોટેલની આસપાસ જ ટૉમની ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યુ હતું.
ઇંગ્લેન્ડના ટેબ્લોઇડ ધ સને સૂત્રના હવાલો આપી જણાવ્યું હતું કે ટૉમ એ કારમાં જ બર્મિંગહામમાં મુસાફરી કરી રહ્યો હોવાથી એનો થોડો સામાન કારમાં હતો. કારમાં ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ ડિવાઇસ હોવાને કારણે પોલીસે કાર જપ્ત કરી પણ એમાંનો સામાન ચોરાઈ ગયો હતો.
કાર વેસ્ટ મિડલૅન્ડ્સ પોલીસ હેડક્વાર્ટરથી માત્ર બે મિનિટના અંતરે પાર્ક કરી હતી.