વિલ સ્મિથે ક્રિસ રૉકને જઈ જોરદાર મુક્કો જડી દીધો.
94માં એકેડેમી અવૉર્ડ્સ જે ઑસ્કારના નામે વિખ્યાત છે એના વિજેતાઓના નામની જાહેરાત એક રંગારંગ કાર્યક્રમમાં કરવામાં આવી. ઑસ્કાર અવૉર્ડ એનાયત થઈ રહ્યા હતા ત્યારે એક ચોંકાવનારી ઘટના જોવા મળી હતી.
હકીકતમાં આજનો દિવસ હૉલિવુડના અભિનેતા વિલ સ્મિથ માટે ઘણો મહત્ત્વનો હતો. કારણ, 2022માં વિલ સ્મિથ ઑસ્કાર અવૉર્ડ મેળવવામાં સફળ રહ્યા. વિલને એની કિંગ રિચર્ડમાં ભજવેલી ભૂમિકા માટે અવૉર્ડ એનાયત કરાયો હતો. જોકે ત્યાર બાદ વિલ સ્મિથે જે કર્યું એ જોઈ બધાને જબરો આઘાત લાગ્યો. હકીકતમાં કાર્યક્રમ દરમિયાન કૉમેડિયન ક્રિસ રૉકે સ્મિથની પત્ની જેડા પિન્કેટ સ્મિથની ટાલ પર મજાક ઉડાવી એટલે વિલ સ્મિથ ભડક્યો હતો.
જાહેર કાર્યક્રમમાં પત્નીની મજાક ઉડાવાઈ રહી હોવાથી ગુસ્સે ભરાયેલા વિલ સ્મિથે ક્રિસ રૉકને જઈ જોરદાર મુક્કો જડી દીધો. દર્શકો આ ઘટના જોઈ દંગ રહી ગયા. ક્રિસ રૉકને મુક્કો માર્યા બાદ વિલ સ્મિથે કહ્યું કે મારી પત્નીનું નામ પાછું લેતો નહીં. ત્યારે ક્રિસે કહ્યું એ આવું નહીં કરે.
જોકે અભિનેતાને આ રીતે મુક્કો મારવો ભારે પડી શકે છે. મળતા અહેવાલ મુજબ વિલ સ્મિથને પાસેથી અવૉર્ડ પાછો આપવો પડે એવી શક્યતા છે. અહેવાલમાં જોકે એમ પણ જણાવાયું છે કે વિલ સ્મિથ એનો અવૉર્ડ પાછો આપવાનું નકારી શકે છે.