કૉમેડી શોના બે કલાકાર હસાવતા હસાવતા લડી પડ્યા એ વાતને લાંબો સમય વીત્યો હોવા છતાં એવું લાગી રહ્યું છે કે બંને વચ્ચે આજે પણ મનમેળ નથી. અને કાદચ આ જ કારણસર સુનીલ ગ્રોવરે કપિલ શર્માના શોમાં જઈ એની આગામી ફિલ્મ ભારતને પ્રમોટ કરવાનો નનૈયો ભણી દીધો.

સુનીલ ગ્રોવરે જ્યારે સલમાનની ભારત સાઇન કરી ત્યારથી ચાહકો મીટ માંડીને બેઠા હતા કે ભાઇજાનના કહેવાથી સુનીલ કપિલના શોમાં નક્કી આવશે. પણ ખાનભાઈની વાત પણ સુનીલ માનવા તૈયાર નથી. એનો સીધો મતલબ એ કે સુનીલ ગ્રોવર કપિલ શર્માના શોમાં પ્રમોશન માટે નહીં જાય. આ અગાઉ પણ સલમાને બંને વચ્ચે મનમેળ કરાવવાની કોશિશ કરી હતી.

સલમાને ઘણું મનાવવા છતાં સુનીલે એની જીદ છોડી નહી એટલે કપિલના શોમાં માત્ર ફિલ્મના હીરો-હીરોઇન સલમાન અને કેટરિના કૈફે જ હાજરી આપી હતી. આનો મતલબ એ થયો કે ભલે કપિલે અનેકવાર માફી માંગી હોય પણ સુનીલ કપિલને માફ કરવાના મૂડમાં નથી.

ભારતમાં સલમાન ખાન અનેક અવતારમાં જોવા મળશે. સલમાન ખાન અને કેટરિના કૈફની સાથે સુનીલ ગ્રોવર, દિશા પટની, તબુ, સોનાલી કુલકર્ણી, નોરા ફતેહી, જેકી શ્રોફ અને આસિફ શેખ પણ કામ કરી રહ્યા છે. હંમેશની જેમ ભારત પણ ઈદના અવસરે રિલીઝ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here