બિનેફર અને સંજય કોહલીની સિરિયલ ભાભીજી ઘર પર હૈના કલાકારોમાં ત્યારે ખુશીની લહેર દોડી ગઈ જ્યારે શોના સર્જકોએ જાહેર કર્યું કે શોનો અમુક હિસ્સો ગોવામાં શૂટ કરાશે. એમાંય તેમને ખબર પડી કે સિરિયલનું શૂટિંગ તો ક્રુઝમાં થવાનું છે ત્યારે તમામ કલાકારોનો આનંદ બેવડાઈ ગયો.

ક્રુઝમાં શૂટિંગ કર્યા બાદ તિવારી ઉર્ફે રોહિતાશ્વ ગૌરે જણાવ્યું કે, પહેલીવાર અમે ક્રુઝ પર શૂટિંગ કર્યું અને અમારા માટે એ અનુભવ જબરજસ્ત રહ્યો. અમે બે દિવસ અને બે નાઇટ ક્રુઝ પર શૂટિંગ કર્યું. ગોવા ટ્રિપ પછીની બેસ્ટ પિકનિક. અમે ક્રુઝના તમામ હિસ્સાનો ઉપયોગ કર્યો, પછી એ કેસિનો હોય કે ડાન્સ ફ્લૉર કે પછી કૉરિડૉર. મજાની વાત એ છે કે ક્રુઝના અન્ય પ્રવાસીઓને પણ અમુક સીનમાં સામેલ કર્યા હતા. જાલેશ ક્રુઝનો અનુભવ અવિસ્મરણીય હતો.

અંગૂરી ભાભીનું પાત્ર ભજવતી શુભાંગી અત્રે કહે છે કે, સતત શૂટિંગ કરતી હોવાથી હું થોડા દિવસ રજા લઈ મુંબઈ બહાર જવાનો પ્લાન બનાવી રહી હતી. પણ મને આ એડવેન્ચરસ શૂટિંગ પ્લાનની જાણ થતાં મારો હૉલિડેનો પ્લાન લંબાવી દીધો. મુંબઈ બહાર પ્લાન કરાયેલા શૂટિંગને કારણે અમને ચેન્જ માણવાનો મોકો મળ્યો. એ સાથે અમારા દર્શકોને અલગ લોકેશન પણ માણવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here