માય નેમ ઇઝ રાગાના દિગ્દર્શક રૂપેશ પાલે દાવો કર્યો હતો કે મોદીના ડરને કારણે રાગા ભક્તોએ ફિલ્મની રિલીઝ અટકાવી હતી. પરંતુ હવે ભયનો સવાલ નથી. એ આવી ગયા છે. હવે શું કામ કોઇએ આડા આવવું જાઇએ? જાકે આ સમગ્ર બાબતને હું સકારાત્મકતાથી જાઉં છું કેમકે બીજા તમામ નેતાઓ લહેર સામે હેઠા પડ્યા ત્યારે રાહુલ એક માત્ર વિરોધ પક્ષ નેતા તરીકે ઊભરી આવ્યા છે. બીજી પોલિટિકલ બાયોપિકની જેમ માય નેમ ઇઝ રાગાની રિલીઝ પણ ચૂંટણી પંચે અટકાવી હતી. જોકે રૂપેશનું કહેવું છે કે, ઇલેક્શન કમિશન કરતા પણ રાગાના પક્ષના લોકોએ જ ફિલ્મની રિલીઝ સામે વાંધો ઉઠાવ્યો હતો. કદાચ તેમને ડર હતો કે એનડીએની સરકાર પાછી આવશે કે પછી રાગાનો ઉદય થાય એવું તેઓ ઇચ્છતા નહોતા.

મારૂં માનવું છે કે કાંગ્રેસ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનારા કે કાર્યકર્તાઓને રાગા કે ગાંધી પરિવારને ચૂંટણી જીતવાનો શોર્ટકટ માનતા હતા. પક્ષ હંમેશ ગાંધી પરિવારને મતદારોને આકર્ષવાના ચહેરા તરીકે જ જોતો હતો. પક્ષની ટોચની નેતાગીરી એક કાંડી ભાંગ્યા વિના ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની શહીદીના જોરે સત્તા હાંસલ કરવા માંગતી હતી.

રૂપેશ પાલે જાહેર કર્યું હતું કે બંધારણે તમામ નાગરિકોને અભિવ્યિક્તિની છૂટ આપી છે એટલે પ્રમાણિકપણે બનાવેલી ફિલ્મ રિલીઝ કરવામાં એને કોઈ ડર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here