કોમોલિકાની ભૂમિકા ભજવી રહેલી હીના ખાને ભારે હલચલ મચાવી છે. શોમાં કોમોલિકા અને પ્રેરણા વચ્ચે થતી ચડસાચડસીને કારણે ટીઆરપીમાં ખાસ્સો વધારો નોંધાયો છે. એટલું જ નહીં, વાર્તામાં આવતા રસપ્રદ વળાંકો પણ દર્શકો ભરપુર માણી રહ્યા છે. દરમ્યાન શોના ચાહકો માટે એક મોટા ન્યુઝ એ છે કે ટૂંક સમયમાં હીના ખાન શોમાંથી નીકળી જશે.

હીનાએ પોતે આ વાતની જાહેરાત થોડા દિવસ અગાઉ કરી હતી. એણે કહ્યું હતું કે માર્ચ બાદ શોનું શૂટિંગ નહીં કરે અને થોડા મહિના બ્રેક લેવાની છે. આને પગલે શોના કથાનકમાં પણ ધીરે ધીરે ફેરફાર થઈ રહ્યા છે અને ટ્રેક એ દિશામાં આગળ વધી રહ્યો છે. અત્યાર સુધી કોમોલિકા અનુરાગ અને પ્રેરણાને વેગળા કરવા પ્લાન પર પ્લાન બનાવતી જાય છે. તો બીજી બાજુ કોમોલિકાને ખોટી પુરવાર કરવા પ્રેરણા પણ જીવ પર આવી દાવ ખેલે છે.

દરમ્યાન, મોલૉય બાસુની ફરી એન્ટ્રી થઈ રહી છે. હકીકતમાં મોલૉય અકસ્માત બાદ કૉમામાં જતો રહે છે. પરંતુ મીડિયામાં આવતા અહેવાલો મુજબ આગામી એપિસોડમાં એ સાજો થયેલો દર્શાવવામાં આવશે. બાસુ પરિવારને આ વાતની જાણ થતાં તેઓ હોસ્પિટલ જવા નીકળે છે. પરંતુ એ અગાઉ કોમોલિકા હોસ્પિટલમાં જઈ મોલૉયને મારવાની કોશિશ કરશે. પણ એની ચાલ સફળ નહીં થાય. મોલૉય ભાનમાં આવ્યા બાદ પૂરી હકીકત પરિવારને જણાવશે. આથી કોમોલિકાને બાસુ મેન્શનમાંથી ધક્કા મારી બહાર કરાશે.

વિક્રમ ભટ્ટની આગામી ફિલ્મ લાયન્સથી ડેબ્યુ કરી રહેલી હીના ખાન ફિલ્મની તૈયારીમાં લાગી ગઈ છે. ઉપરાંત હીના પહેલીવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવાની હોવાથી ઘણી એક્સાઇટેડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here