હાલ એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીના અચ્છે દિન ચાલી રહ્યા છે. માત્ર મોટા બજેટ અને મોટી સ્ટારકાસ્ટ ધરાવતી ફિલ્મો જ નહી, ઓછા બજેટની ફિલ્મો પણ આજે સો કરોડનો બિઝનેસ આસાનીથી કરતી હોય છે. છેલ્લા 10-15 વરસમાં મનોરંજન ઉદ્યોગમાં ઘણા ફેરફાર જોવા મળ્યા છે. અનેક મોટા નિર્માતાઓએ પોતાની ઑફિસ બંધ કરી તો એની જગ્યાએ કોર્પોરેટ હાઉસે એન્ટ્રી કરી. પહેલા માત્ર ફિલ્મોનો જમાનો હતો. ત્યારબાદ એમાં ટીવી સિરિયલ ઉમેરાઈ. અને હવે તો મ્યુઝિક આલ્બમની સાથે વેબ સિરીઝનો ધંધો ધમધોકાર ચાલી રહ્યો છે.

બૉલિવુડના અનેક નામી પ્રોડક્શન હાઉસ અને દિગ્ગજ કલાકાર-દિગ્દર્શક વેબ સિરીઝ બનાવવામાં નાનમ અનુભવતા નથી. ઇન્ડસ્ટ્રીના બદલાતા રૂખને ધ્યાનમાં રાખી મુંબઈના અગ્રણી બિઝનેસમૅન રાકેશ ભોસલેએ ગોરેગાવસ્થિત એક બિઝનેસ પાર્કમાં અત્યાધુનિક પ્રોડક્શન હાઉસ શરૂ કર્યું. તેમની અત્યાધુનિક ઑફિસનું ઉદ્ઘાટન મહારાષ્ટ્ર ભાજપ કામગાર આઘાડીના અધ્યક્ષ સંજય કેનેકરના હસ્તે કરવામાં આવ્યું.

આ પ્રસંગે સેન્સર બોર્ડ કમિટીના સભ્ય દિનેશ અશીવાલ, રાકેશ ઠાકુર, કિરણ બોરકર, અમિત પચોરી, એજાઝ ખાન, મનીષ નાગદેવ, ગહેના વશિષ્ઠ,નિતીન ચોપરા, મજીદ ખાન ઉપરાંત રાજુ કારિયા તેમની મીડિયા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા.

નેટ મૂવી ટ્રેડ (NMT) ટૂંક સમયમાં તેમની દસ વેબ સિરીઝનું નિર્માણ શરૂ કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here