હૈયાને હાથમાં લઈ ચાલનારી સોની સબના શો મેડમ સરની ચાર મહિલા પોલીસ અધિકારી તેમના પોલિસીંગ કરવાના અનોખા અંદાજ થકી દર્શકોનું ભરપુર મનોરંજન કરી રહી છે. પોતાના આગવા અંદાજમાં અનેક મુશ્કેલ કેસ ઉકેલ્યા બાદ કરિશ્મા સિંહ (યુક્તિ કપૂર) લખનઊમાં મહિલા પોલીસ સ્ટેશનમાં એસએચઓ (સ્ટેશન હાઉસ ઑફિસર) બની ગઈ, તો એની સાથે છે પ્યારી હસીના મલિક (ગુલકી જાશી). હવે આ પોલીસ સ્ટેશનમાં બે એસએચઓ છે, બંને તેમની અલગ-અલગ સ્ટાઇલથી કેસનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરતી રહે છે.

જોકે કરિશ્મા ટેમ્પરરી એસએચઓ છે, પણ એ સાબિત કરવામાં કોઈ કસર નહીં છોડે કે એની પોલિસીંગ કરવાની રીત હસીનાથી બહેતર છે. પોલીસ સ્ટેશનમાં આવેલા નવા કેસને કારણે હસીના અને કરિશ્મા બંનેને પોતાની જાતને પુરવાર કરવાનો મોકો મળે છે.

હકીકતમાં સોશિયલ મીડિયાની હસ્તીઓએ એક બીજા પર તેમની વસ્તુઓ ચોરવાનો આક્ષેપ કર્યો છે. હવે હકીકત શું છે એ શોધવાની જવાબદારી આ બંને એસએચઓ પર આવે છે. કરિશ્મા એની રીતે ચોરને પકડવા ચોરોની એક પ્રેસ કૉન્ફરન્સ બોલાવે છે. પરંતુ એ ચોરને પકડવામાં નિષ્ફળ જાય છે. હવે હસીના આ કામ પોતાના હસ્તક લે છે અને એક પાર્ટીનું આયોજન કરે છે જેમાં અસલી ચોર આવવાની શક્યતા છે. પરંતુ ત્યાં અચાનક કંઇક એવું બને છે કે ચોર શોધવાને બદલે બંને એસએચઓની હરીફાઈને કારણે પોલીસ સ્ટેશન માટે એક સમસ્યા ખડી થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here