દેશની સૌથી જૂની અને મોટી મ્યુઝિક કંપની સારેગામા ઇન્ડિયા ગુજરાતી શ્રોતાઓ માટે  જૅમ-૮ મ્યુઝિક બેન્ડના સહયોગમાં હિન્દી ફિલ્મોનાં લોકપ્રિય ગીતોના ગુજરાતી વર્ઝન લાવી રહ્યું છે. હિન્દીના જાણીતાં ગીતો જેવા કે યે મેરા દિલ, ઓ સાથી રે, બાર બાર દેખો, મેરે સપનોં કી રાની, ક્યા હુઆ તેરા વાદા, માય નેમ ઇઝ લખન અને પરી હૂં મૈંના ગુજરાતી વર્ઝનનો સમાવેશ થાય છે.

આ કડીમાં પહેલું ગીત રિલીઝ કરવામાં આવ્યું છે. અને ગીત છે અમિતાભ બચ્ચનની ફિલ્મ ડૉનનું ખઈ કે પાન બનારસવાલા. આ ગીતના ગુજરાતી વર્ઝનના શબ્દો છે, અમદાવાદનો કાનો અને ગીત ગાયું છે મુકુંદ સૂર્યવંશીએ.

જોકે સારેગામા જેવી દેશની અગ્રણી મ્યુઝિક કંપનીએ ઓરિજિનલ ગુજરાતી ગીતોને બદલે હિન્દી ગીતોની ધૂન પર ગુજરાતી ગીતો રિલીઝ કરવાનું કેમ નક્કી કર્યું એ આશ્ચર્યની વાત છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here