ટેલિવિઝનની જાણીતી કૉમેડિયન ભારતી સિંહના ઘર પર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)એ આજે (શનિવાર) દરોડો પાડ્યો હતો. ભારતી સિંહ અને એના પતિ હર્ષ લિંબચિયા પર ડ્રગ્ઝ લેવાનો આરોપ છે. એનસીબીએ બંનેની અટક કરી પૂછપરછ કરી રહી છે.

એક ડ્રગ પેડલરની પૂછપરછ દરમ્યાન બંનેના નામ બહાર આવ્યા હતા. ત્યાર બાદ અંધેરી, લોખંડવાલા અને વર્સોવા સ્થિત તેમના ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા. એનસીબીએ અહીંથી નશીલા પદાર્થ જપ્ત કર્યા હતા.

આ અગાઉ ડ્રગ્ઝ મામલે 20 નવેમ્બરે એનસીબીએ અર્જુન રામપાલની કલાકો સુધી પૂછપરછ કરી હતી. અર્જુન રામપાલ પહેલાં એની લીવ ઇન પાર્ટનર ગેબ્રિયેલા ડેમેટ્રિએડ્સની પણ બે દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. રામપાલના મિત્ર પૉલ બાર્ટેની પણ ધરપકડ કરવામાં આવી હતી.

ભારતી સિંહ સ્ટેન્ડ અપ કૉમેડિયન અને અભિનેત્રી છે. એ ધ કપિલ શર્મા શોમાં જોવા મળે છે. ભારતીએ 2017માં લેખક હર્ષ લિંબચિયા સાથે લગ્ન કર્યાં હતાં. ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જથી કરિયરની શરૂઆત કરનાર ભારતીએ અનેક કૉમેડી શોમાં કામ કર્યું જેમાં કૉમેડી સર્કસ, કૉમેડી સર્કસ મહાસંગ્રામ, કૉમેડી સર્કસ કા જાદુ, કહાની કૉમેડી સર્કસ કી અને કૉમેડી નાઇટ્સ બચાઓ જેવા શો સામેલ છે. અત્યંત ગરીબીમાં ઉછરેલી ભારતી આજે વરસે ગસ કરોડ રૂપિયા કમાતી હોવાનું કહેવાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here