એમેઝોન પ્રાઇમ વિડિયોએ નિર્માતા અક્ષય બર્દાપુરકર સાથે તાજેતરમાં રિલીઝ થયેલી કૉમેડી ફિલ્મ એબી આણિ સીડીના મહારાષ્ટ્ર દિને ડિજિટલ પ્રીમિયરની ઘોષણા કરી છે. એબી આણિ સીડીમાં બૉલિવુડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને અનેક ગુજરાતી ફિલ્મમાં કામ કરી ચુકેલા મરાઠી ઇન્ડસ્ટ્રીના બહેતરીન કલાકાર વિક્રમ ગોખલે મુખ્ય ભૂમિકામાં છે. દેશવ્યાપી લૉકડાઉનને કારણે બૉક્સ ઑફિસ પર ટંકશાળ પાડતી અન્ય ફિલ્મોની જેમ એબી આણિ સીડીના બિઝનેસ પર પણ માઠી અસર પહોંચી હતી. મિલિંદ લેલે દિગ્દર્શિત ફિલ્મ કોવિડ-19નો મુકાબલો કરી રહેલા ફ્રન્ટ લાઇન વૉરિયર માટે એક ભેટ સમાન છે.

નિર્માતા અક્ષય બર્દાપુરકરનું કહેવું છે કે, હાલની પરિસ્થિતિમાં લોકોની સુરક્ષા અને સ્વાસ્થ્ય સૌથી મહત્ત્વપૂર્ણ છે. ત્યારે આ મજેદાર ફિલ્મનું અમારા સ્ટ્રીમિંગ પાર્ટનર અમેઝોન પ્રાઇમ વિડિયો પર એનું ડિજિટલ ડેબ્યુ કરવું સમયોચિત છે. મહારાષ્ટ્ર દિનની સાથે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસના અવસરે આ ફિલ્મની રિલીઝ, કોવિડ સામે જંગ લડી રહેલા આપણા જાંબાજ નાયકોને એક ભેટ સમાન છે.

કથાસાર

એબી આણિ સીડી આજના જમાનાની એક હૃદયસ્પર્શી ફિલ્મ છે, જેમાં પ્લેસ્કૂલના બે મિત્રો બચ્ચન અને ગોખલેની વાત દર્શાવવામાં આવી છે. આ બંને લગભગ 70 વર્ષ બાદ એક બર્થ-ડે પાર્ટીમાં મળે છે. મિલિંદ લેલે દિગ્દર્શિત ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલે મુખ્ય ભૂમિકામાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here