ગોવાચ્યા કિનાર્યાવ ફૅમ સુહૃદ વાર્ટેકર અને મરાઠી ફિલ્મો અને સિરિયલ દ્વારા દર્શકોનું મન જીતનારી સાયલી સંજીવની ફિલ્મ દાહ : મર્મસ્પર્શી કથા વેલેન્ટાઇન ડે નિમિત્તે એટલે કે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ રહી છે. સુહૃદ અને સાયલીએ મરાઠી મનોરંજનની દુનિયામાં અનેક પ્રકારની ભૂમિકા ભજવી દર્શકોના હૈયા સુધી પહોંચ્યા છે. હવે બંને એક નવી ભૂમિકા દ્વારા દર્શકોનું મનોરંજન કરવા સજ્જ થયાં છે. દાહ : એક મર્મસ્પર્શી કથા સંબંધોના અનેક પાસાં અને એ સંબંધો વિશે વાત વિશે વાત કરે છે. પોતિકા કે પારકાનો ભેદભાવ ન રાખવાની સાથે દરેક સંબંધમાં પ્રેમની ભાવના હોવાનું ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે.

યુગંધર ક્રિએશન્સ પ્રસ્તુત અને અનિકેત રાજકુમાર બડોલે નિર્મિત ફિલ્મના દિગ્દર્શક છે મલ્હાર ગણેશ. ફિલ્મમાં સાયલી અને સુહૃદ ઉપરાંત ગિરીશ ઓક, રાધિકા વિદ્યાસાગર, યતિન કાર્યેકર, કિશોર ચૌઘુલેની પણ મહત્ત્વની ભૂમિકાઓ છે.