બૉલિવુડના ઘણા કલાકારો તેમના જૂના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરતા રહે છે. તેઓ ઘણીવાર એવા ફોટો શેર કરતા હોય છે જે કલાકારોના ચાહકો માટે અણમોલ બની જાય છે. આવો જ એક ફોટો ચિન્ટુએ અપલોડ કર્યો છે. જી, ચિન્ટુ એટલે કે રિશી કપૂરે એક બ્લેક ઍન્ડ વ્હાઇટ ફોટો અપલોડ કર્યો છે જેમાં લતા મંગેશકરના હાથમાં એક ક્યુટ બાળક છે. આ બાળક એટલે બીજું કોઈ નહીં પણ રિશી કપૂર પોતે છે. ફોટો શેર કરવાની સાથે રિશીએ લખ્યું હતું કે, નમસ્તે લતાજી. આપના આશીર્વાદથી મને મારો બે-ત્રણ મહિનાનો હતો ત્યારનો ફોટો મળી ગયો. તમારો આશીર્વાદ સદાય મારા પર વરસતો રહ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદશું આ ફોટો હું ટ્વીટર પર અપલોડ કરી દુનિયાને દર્શાવી શકું છું? આ ફોટો મારા માટે ઘણો મૂલ્યવાન છે.

રિશી કપૂરના ટ્વીટ પર લતા મંગેશકરે પ્રત્યુત્તર આપતા લખ્યું કે, નમસ્કાર રિશીજી. ફોટો જોઈ મને ઘણો આનંદ થયો. મને પણ આ ફોટો મળતો નહોતો. મને આ ફોટો જોઇને કૃષ્ણા ભાભી અને રાજસાબની યાદ આવી ગઈ. આ ફોટોમાં ભાભીએ તમને મારા હાથમાં સોંપ્યો હતો. આપે ફોટો બધા સમક્ષ રજૂ કર્યો એ ઘણું સારૂં કર્યું. તમારી તબિયત હંમેશ સારી રહે એવી ઇશેવરને પ્રાર્થના.

તાજેતરમાં રિશી કપૂરે દીપિકા પદુકોણે ધ ઇનટર્ન ફિલ્મની ઘોષણા કરી હતી. ફિલ્મનું નિર્માણ દીપિકાની કેપની, વૉર્નર બ્રધર્સ અને એજ્યુર મળીને કરશે. રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ધ ઇન્ટર્નની રીમેકમાં દીપિકા સાથે એક નવી સફર શરૂ કરી રહ્યો છું.

ધ ઇન્ટર્નની વાત કરીએ તો એનું દિગ્દર્શન નેન્સી મેયર્સે કર્યું હતું. આ ફિલ્મ 2015માં રિલીઝ થી હતી. હૉલિવુડની આ ફિલ્મમાં રોબર્ટ દ નીરો અને એન હેથવેએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ફિલ્મની વાર્તા એક એવા સિનિયર સિટીઝનની છે જે રિટાયરમેન્ટ લાઇફ બોરિંગ બની ગઈ હોવાથી સિનિયર સિટીન પ્રોગ્રામ હેઠળ એક કંપનીમાં ઇન્ટર્નશિપ માટે અરજી કરે છે. ફિલ્મના હિન્દી પર્ઝનમાં રિશી કપૂર ઇન્ટર્નની ભૂમિકામાં છે તો દીપિકા બૉનું પાત્ર ભજવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here