લાસ વેગાસ ખાતે આયોજિત બિલબોર્ડ મ્યુઝિક ઍવોર્ડઝ-2019 નાઇટમાં જે ડ્રેસ અને જ્વેલરી પહેરીને આવી હતી એની કિંમત સાંભળી તમારી આંખો ચાર થઈ જશે. એક વેબસાઇટના અહેવાલ મુજબ પ્રિયંકા ચોપરાએ બુધવારે રાત્રે યોજાયેલા બુલબોર્ડ મ્યુઝિક ઍવોર્ડઝમાં 1.8 કરોડ રૂપિયાના ડ્રેસ અને જ્વેલરી પહેર્યાં હતાં. જોકે પ્રિયંકાએ એની સ્ટાઇલ અને સ્ટેટમેન્ટથી ઉપસ્થિતોના દિલ જીતી લીધા હતા. ઇવેન્ટમાં પ્રિયંકાએ જુહૈર મુરાદ હૉટ કોટ્યુર ગાઉન પહેર્યો હતો. એ સાથે ટિફની ઍન્ડ કંપનીના ડાયમંડ ઇયરિંગ, એને મેચિંગ બ્રેસલેટ પરં પસંદગી ઉતારી હતી. જોકે સૌથી અલગ તરી આવતી ચીજ હોય તો એનો નેકલેસ અને પેન્ડન્ટ.

36 વર્ષીય અભિનેત્રીએ ટિફનીના હાર્ડવિયર બૉલ પેન્ડન્ટ, વિક્ટોરિયા ગ્રેજુએટેડ લાઇન નેકલેસ અને સર્કિટ ડાયમંડ નેકલેસ પહેર્યો હતો જે બધાનું આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઉપરાંત ટિફનીની ટી વાયર રિંગ, ટી ટુ ચેન રિંગ ઉપરાંત વ્હાઇટ વાયર રિંગ પહેરી હતી. એ સાથે સ્વરોવસ્કીની ફીધર બેગની સાથે યીજીના ન્યૂડ પીવીસી (જૂતા) પહેર્યા હતા.

પ્રિયંકા ચોપરા ઉપરાંત ઍવોર્ડ ફંક્શનમાં આવેલા આમંત્રિત સેલિબ્રિટીઝમાં જોનાસ બ્રધર્સ, સોફી ટર્નર, કાર્ડી બી, સિયારા, કેલી ક્લર્કસન, જેનીફર હડસન પણ દર્શકોના મન મોહી લે એવા ડ્રેસઅપમાં આવ્યા હતા.