બૉલિવુડના શહેનશાહ હોવા છતાં અમિતાભ બચ્ચન તેમના ચાહકોને કદી નિરાશ કરતા નથી. તેમની એક ઝલક પામવા ફેન્સ કલાકો સુધી તેમના જલસા બંગલાની બહાર ઊભા રહે છે. બચ્ચન પણ તેમને કદી નિરાશ કરતા નથી અને દર રવિવારે નિયમીત રીતે તેમના ચાહકોને મળે છે. પરંતુ આજે ચાહકોને નિરાશ થવું પડ્યું. અમિતાભે સોશિયલ મીડિયા પર આ બાબત જણાવવાની સાથે તબિયત સારી ન હોવાથી ચાહકોને મળી ન શક્યો હોવાનું પણ કહ્યું હતું.

76 વરસના અમિતાબ બચ્ચન છેલ્લા 36 વરસથી દર રવિવારે જુહૂસ્થિત તેમના જલસા બંગલામાં ચાહકોને મળે છે. તેમનો આ સાપ્તાહિક કાર્યક્રમ સન્ડે દર્શન નામે વિખ્યાત છે. હજારોની સંખ્યામાં પ્રશંસક તેમને મળવા આવે છે. પરંતુ આજે (5 મે 2019)ના નાદુરસ્ત તબિયતને કારણે દર્શકો વચ્ચે પહોંચી શક્યા નહીં. તેમના બ્લૉગ પર આ વાતની જાણકારી આપતા લખ્યું હતું કે, આજે સન્ડે દર્શન નથી કરી રહ્યો. આપ સર્વેને જણાવવાનું કે તબિયત સારી નથી, જોકે ચિંતાનું કોઈ કારણ નથી, બસ બહાર આવી શકું એવી હાલત નથી.

આ ઉંમરે પણ જે રીતે તેઓ કામ કરી રહ્યા છે એ લાજવાબ છે. તેઓ હંમેશ તેમની ફિટનેસનું ધ્યાન રાખતા હોય છે. તો સોશિયલ મીડિયા પર પણ ઘણા એક્ટિવ રહે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here