બૉલિવુડનો સુપરસ્ટાર અક્ષયકુમાર ટૂંક સમયમાં એનો પહેલો મ્યુઝિક વિડિયો લઈને આવી રહ્યો છે. આલબમનું નામ છે ફિલહાલ. પરંતુ ખાસ વાત એ છે કે એમાં અક્કી સાથે લીડ સ્ટાર તરીકે નજરે પડશે બૉલિવુડ સ્ટાર ક્રીતિ સેનનની બહેન નૂપુર સેનન. નૂપુર એની બહેનના ડગલે બૉલિવુડમાં એન્ટ્રી કરવા માંગે છે. આ અગાઉ એ બહેન સાથે અમુક કૉમર્શિયલમાં નજરે પડી છે. પરંતુ અક્ષયકુમાર સાથે એને એની કરિયરનો પહેલો મોટો બ્રેક મળ્યો છે.

આ અંગે ખુદ નૂપુર ઘણી એક્સાઇટેડ છે. અભિનેત્રીએ આ વાતની ખુશી વ્યક્ત કરતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં એ અક્ષયકુમાર સાથે દેખાય છે. જ્યારે ખુદ અક્કીએ જ આ ફોટો ક્લિક કર્યો છે. નૂપુરે લખ્યું કે, આપની ફૅન હોવાથી લઈ આપની કૉ-સ્ટાર બનવાની આ સફર ખરેખર એક આશીર્વાદ સમાન છે. ગજબની મેજિકલ ફીલિંગ છે. મારા ફેવરિટ અક્ષયકુમાર સર સાથે મારી કરિયરની શરૂઆતથી બહેતર બીજું કંઈ ન હોઈ શકે. તમે એટલા વિનમ્ર અને એનર્જેટિક છો કે તમે મનં હંમેશ હસતી રાખી છે. ત્યાં સુધી કે ઇમોશનલ સીનમાં પણ તમે મને હસાવવાની કોશિશ કરી. તમે મને કન્ફર્ટ ફીલ કરાવ્યું અને તમારી એ દિલ્હીવાળી પંજાબી. થેન્ક્યુ.

આ વિડિયોનું દિગ્દર્શન અરવિંદ ખાયરા કરશે. તો ગીતને અવાજ આપશે બી પ્રાક. નૂપુર સેનન ઉપરાંત વિડિયોમાં એમી વિર્ક પણ નજરે પડશે. નૂપુરનો જ નહીં, અક્ષયકુમારનો પણ આ પહેલવહેલો મ્યુઝિક વિડિયો હોવાથી બધા એક્સાઇટેડ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here