હૉલિવુડની વિખ્યાત અભિનેત્રી અને ગાયિકા ડોરિસ ડેએ એના કાર્મેલ વેલીસ્થિત ઘરે સોમવારે છેલ્લા શ્વાસ લીધાં હતાં. ડોરિસ ડે એનિમલ ફાઉન્શનની અધિકૃત વેબસાઇટ પર આ જાહેરાત કરવામાં આવી હતી.
1950ના દાયકામાં હૉલિવુડ પર રાજ કરનારી ડોરિસ ડેએ પિલો ટૉક, ધેટ ટચ ઑફ મિન્ક અને ધ મૅન હુ ન્યુ ટુ મચ જેવી અનેક હિટ ફિલ્મો આપી હતી. અભિનેત્રીએ ત્રીજી એપ્રિલે જ એનો 97મો જન્મદિવસ ઉજવ્યો હતો.
ડોરિસે 1948માં રોમાન્સ ઑન ધ હાઈ સીઝ ફિલ્મથી અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. જ્યારે એની છેલ્લી ફિલ્મ હતી 1968માં આવેલી વિથ સિક્સ યુ ગેટ એગ્ગ્રોલ. ફિલ્મો ઉપરાંત ડોરિસે અનેક ટીવી શોમાં પણ કામ કર્યું હતું.