બ્રિટિશ ઍકેડેમી ઑફ ફિલ્મ ઍન્ ટેલિવિઝન આર્ટ્સ દ્વારા આયોજિત બ્રિટિશ ઍકેડેમી ટેલિવિઝન ઍવોર્ડ્સમાં ટીવી શો કિલિંગ ઈવની બોલબાલા રહી હતી. કિલિંગ ઈવs સર્વશ્રેષ્ઠ ડ્રામા સિરીઝનો ઍવોર્ડ મેળવ્યો તો આ શોની કલાકાર જૉડી કોમરને શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

બાફટાની અધિકૃત વેબસાઇટ મુજબ લોકપ્રિય સિરિયલની અભિનેત્રી ફિયોના શૉને શ્રેષ્ઠ સહ-અભિનેત્રીનો ઍવોર્ડ અપાયો હતો.

આ વખતે કિલિંગ ઈવને સૌથી વધુ 14 નોમિનેશન્સ મળ્યા હતા તો 12 નોમિનેશન સાથે અ વેરી ઇંગ્લિશ સ્કેન્ડલ બીજા ક્રમાંકે હતી. રવિવારે રૉયલ ફેસ્ટિવલ હૉલ ખાતે ઍવોર્ડ નાઇટનું આયોજન કરાયું હતું.

બેનેડિક્ટ કમ્બરબેચને પેટ્રિક મેલરોજના દમદાર અભિનય માટે સર્વશ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર આપી નવાજવામાં આવ્ય હતો. જ્યારે આજ સિરીઝના અભિનેતા બેન વ્હિસ્વાને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ઍવોર્ડ અપાયો હતો.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here