શોમાં ટપુની એન્ટ્રી તો થઈ હવે દયા ભાભી કોણ બને છે અને તેમની એન્ટ્રી ક્યારે થાય છે એ જોવું રહ્યું.
છેલ્લા ૧૪ વરસથી દર્શકોનું મનોરંજન કરી રહેલો શો બેવડી ઉજવણી કરી રહ્યો છે. એક તરફ શોએ ૩૭૦૦ એપિસોડ પૂરા કર્યા છે. તો બીજી બાજુ શોનો એક એપિસોડ યુ ટ્યુબ પર પહેલા નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના હાર્ડકોર ચાહકો બાવરી અને ટપુ સેનાના સેનાપતિ ટપુ ગાયબ થતાં હતાશ થયા હતા. પરંતુ બેક ટુ બેક એપિસોડમાં તેમની એન્ટ્રી થતાં દર્શકો ગેલમાં આવી ગયાં છે. એમાં પણ સોનુ લાયી ટપુ કે લિયે નાસ્તાવાળો એપિસોડ યુ ટ્યુબ પર નંબર વન પર ટ્રેન્ડ કરી રહ્યો હતો.
તાજેતરમાં શોના નિર્માતા અસિત કુમાર મોદીએ જણાવ્યું હતું કે દર્શકોને ટૂંક સમયમાં ટપુ બાદ દયા ભાભીને પણ જોવા મળશે.
શોમાં ટપુની એન્ટ્રી તો થઈ હવે દયા ભાભી કોણ બને છે અને તેમની એન્ટ્રી ક્યારે થાય છે એ જોવું રહ્યું.