દીકરીનાં લગ્ન પ્રસંગ હોય ત્યારે મા-બાપના હૈયામાં આનંદ સમાતો નથી, પણ જ્યારે એ દીકરીની વિદાયની ઘડી આવે ત્યારે પરિવારના તમામ સભ્યો માટે એનાથી વસમી ઘડી બીજી કોઈ હોતી નથી. લાડકોડથી જેને ઉછેરી એવી વહાલસોયી કાળજાના ટુકડા જેવી દીકરીને વિદાય આપતા કઠણ કાળજાનો પિતા પણ એનું રૂદન રોકી શકતો નથી. તો લગનની ઘડી સુધી માતા-પિતાની સંભાળ રાખનારી દીકરી વિદાયની ઘડીએ ભાઈને માતા-પિતાની સંભાળ રાખવાની વિનંતી કરતી હોય એ દૃશ્ય ભલભલાનું હૈયું વલોવી નાખે એવું હોય છે.

લગ્ન બાદ વિદાયની વેળાએ માતા-પિતા-ભાઈની સાથે એક દીકરીની મનોવ્યથા કેવી હોય છે એ દર્શાવતું એક ગીત વિદાય તાજેતરમાં ટિપ્સ મ્યુઝિક કંપનીએ રિલીઝ કર્યું છે. ગુજરાતી ફિલ્મોના રિષીકેશ બારોટ અને પ્રિયા સરૈયાના ભાવવાહી શબ્દો ધરાવતાં ગીતનું સંગીત ગુજરાતી ફિલ્મોના જાણીતા સંગીતકાર પાર્થ ભરત ઠક્કરનું છે. તો એની ગાયિકા છે ભૂમિ ત્રિવેદી. મજાની વાત એ છે કે આ વિદાય ગીત ભૂમિ ત્રિવેદી પર જ ફિલ્માવાયું છે.

પાર્થ ભરત ઠક્કરની પ્રતિષ્ઠિત મેલોડી સાથે ખૂબ જ પ્રતિભાશાળી ગાયક ભૂમિ ત્રિવેદીએ ગાયેલ ગીત ‘વિદાય’ પ્રસ્તુત છે. રીષિકેશ બારોટ અને પ્રિયા સરૈયા દ્વારા લખાયેલા શબ્દો આ પ્રકારની લાગણીઓને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here