બાગી ફ્રેન્ચાઇઝીનો ત્રીજા પાર્ટનું ટ્રેલર આજે રિલીઝ કરાયું. જેણે પણ ટ્રેલર જોયું એ ટાઇગરની ઍક્શન જોઈ આભા બની ગયા. ટાઇગર અને શ્રદ્ધા કપૂર અભિનીત ફિલ્મ 6 માર્ચ 2020ના રિલીઝ થઈ રહી છે. ફિલ્મની રિલીઝની બરોબર એક મહિના અગાઉ ફિલ્મના સર્જકોએ ટ્રેલર રિલીઝ કર્યું છે. એમાં ટાઇગરની સાથે શ્રદ્ધા કપૂર પણ અફલાતૂન ઍક્શન કરી રહી છે. અહમદ ખાન દિગ્દર્શિત આ ફિલ્મ બાગી ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ છે. બાગી ફ્રેન્ચાઇઝીની પહેલી ફિલ્મ 2016માં રિલીઝ થઈ હતી.

ટાઇગરની ફિલ્મોગ્રાફ જોઈને એવું લાગી રહ્યું છે કે એ બૉક્સ ઑફિસ માટે ભરોસાપાત્ર અભિનેતા છે. ટાઇગરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં માત્ર છ વરસ અગાઉ એન્ટ્રી કરી હતી. 2014માં એણે હીરોપંતીથી ડેબ્યુ કર્યું એ પછી કદી પાછું વળીને જોયું નથી.

ટાઇગરની અત્યાર સુધીમાં સાત ફિલ્મો રિલીઝ થઈ છે જેમાંથી ફ્લાઇંગ જટ અને મુન્ના માઇકલને બાદ કરીએ તો બીજી બધી ફિલ્મોનું કલેક્શન જબરજસ્ત રહ્યું હતું. જેમાં હીરો પંતી (50.51 કરોડ), બાગી (76.06 કરોડ), બાગી-2 (216 કરોડ), સ્ટુડન્ટ ઑફ ધ યર (65 કરોડ) અને વૉર (292 કરોડ) રૂપિયાની કમાણી કરી હતી. હવે બાગી-3નું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે એ પણ સુપરડુપર હિટ થઈ શકે છે.

https://youtu.be/qGT0ID_U73Q

ટ્રેલર જોવા લિન્ક પર ક્લિક કરો